જહાંગીરાબાદ વિસ્તારમાં રહેતી અને પીઍચડી કરતી ૨૫ વર્ષિય યુવતીઍ ઉત્રાણ-કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન સામે પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા પરિવારજનો પર આભ ફાટી ગયું છે. યુવતીના લગ્નના ત્રણ મહિના પછી પતિ સાથે ઝઘડો થતો હોવાથી તેણી પિયરે આવી ગઈ હતી. તેણીઍ માનસિક તણાવમાં આવીને આત્મહત્યા કરી હોવાની શક્યતા જણાઈ રહી છે.
જહાંગીરાબાદ વિસ્તારમાં દાંડી રોડ પાસેના સંગીન ગાર્ડનિયા ખાતે પિતાના ઘરે રહેતી ૨૫ વર્ષીય સેજલ દોલતભાઈ પરમાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે કેમેસ્ટ્રીમાં પીઍચડી કરી રહી હતી. ગત રોજ સેજલે ઘરે કહ્નાં કે તે યુનિવર્સિટી જઈ રહી છે. ત્યાર બાદ ઉત્રાણ અને કોસાડ રેલ્વે સ્ટેશન વચ્ચેના રેલ્વે ટ્રેક પર જઈને સૌરાષ્ટ્ર ઍક્સપ્રેસની સામે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે રેલવે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબજા લઇ પીઍમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી. ત્યારબાદ યુવતી પાસેથી મળેલા પુરાવાના આધારે તેના પરિવારનો સંપર્ક કરતા તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પુત્રીના આ પગલાથી પરિવારજનો પર આભ ફાટી ગયું હતું. સેજલના ઍક વર્ષ પહેલા લગન્ થયા હતા પરંતુ પતિ સાથે અવારનવાર ઝઘડાના કારણે લગન્ïના ત્રણ મહિનામાં જ પિયર રહેવા આવી ગઈ હતી. સેજલે ઘર કંકાસના કારણે માનસિક તણાવમાં આવી આ પગલું ભર્યું હોવાની શક્યતા જણાઈ રહી છે.