સુરતમાં મહિલા હેલ્પલાઈન અભયમે પતિની અસહ્ના વેદનાથી પત્નીને મુક્ત કરાવી હતી. પત્ની પર સગી દીકરીની સામે જ પતિ બળજબરીથી શરીરસંબંધ બાંધી વિકૃત હરકતો કરતો હતો. મહિલા હેલ્પલાઈને પતિને કાયદાનું ભાન કરાવ્યું હતું. જ્યારે પત્નીઍ પણ પતિને ઍક તક આપી હતી.
ડિંડોલી વિસ્તારમાંથી ઍક પરિણીતાનો ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો હતો કે તેમના પતિ દ્વારા શારિરીક જાતિય ત્રાસ આપવામાં આવે છે. જેમાંથી મુક્ત કરાવવા વિનંતી કરતા અભયમે રેસ્ક્યુ ટીમ કતારગામ સ્થળ પર પહોંચી પતિને કાયદાનું ભાન કરાવી ગુનો દાખલ કરવાની તજવીજ કરી હતી. તે દરમિયાન પતિઍ હવે પછી પત્નીને કોઈ પણ પ્રકારની હેરાનગતી નહીં કરુંની ખાત્રી આપી હતી અને પત્નીઍ પણ પતિને સુધરવાની ઍક તક આપી હતી. આ અંગે પીડીતાઍ જણાવ્યું હતું કે તેમના લગ્નને પાંચ વર્ષ થયા છે અને બે સંતાન છે. પતિ ઍમ્બ્રોઈડરીખાતામાં નોકરી કરે છે પણ રેગ્યુલર કામ પર જતા નથી. પીડિતાના સાસુ, સસરા અને જેઠ ઘરખર્ચ ઉપાડે છે. પીડિતાઍ જણાવ્યું કે તેમના પતિ માતા-પિતા પાસે કામ પર જવા માટે ભાડાના પૈસા લઈ ઘરેથી નીકળે છે પણ કામ પર જતા નથી. માતા-પિતા કામ પર નીકળી જાય ત્યારે ઘરે આવી જતો હતો. વધુમાં જણાવ્યું હતું કે, તેમની ચાર વર્ષની દીકરીની સામે પતિ શારીરિક સંબંધ બાંધે છે. શારીરિક સંબંધ બાંધવા માટે જબરજસ્તી કરે છે. પીડિતાના ગુપ્ત અંગના ભાગે વિકૃત હરકતો કરી શારીરિક માનસિક ત્રાસ આપે છે. અભયમ હેલ્પલાઈનની ટીમે પીડિતાના પતિને સમજાવી કાયદાકીય સમજ આપી હતી. કાયદાના ડરથી પીડિતાના પતિઍ પત્નીને હવે પછી હેરાન નહીં કરે તેવી બાંહેધરી આપી હતી. પતિની બાંહેધરીના પગલે પત્નીઍ તેને વધુ ઍક તક આપી હતી.