
લિંબાયત ભાવનાનગર ખાતે પોલીસ ઍક દવાખાનામા રેડ કરી બોગસ ડોક્ટરને ઝડપી પાડી પાંજરે પુર્યો છે .તેની પાસે માન્ય મેડિકલ સર્ટી ન હોવા છતા બિમાર લોકોને દવા આપી તેમનું ઇલાજ કરી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્ના હતો.
લિંબાયત પોલીસને બાતમી મળી હતી કેઝારખંડના ગીરડી જિલ્લાના બેંગાબાદ તાલુકાના ખુટરીબાદગામનનો વતની બહાર લિંબાયત મંગલ પાર્ક સોસાયટીમાં રહેતો રહેમત હાસીમ અંસારી નામનો યુવક લિંબાયત ભાવનાનગરમાં નિગરકિલનીક જનરલ ફીઝીશીયન નામનુ દવાખાનુચલાવે છે .તેની પાસે માન્ય મેડિકલ સર્ટી ન હોવા છતા બિમાર લોકોને દવા આપી તેમનું ઇલાજ કરી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્ના છે .આ હકીકતના આધારે લિંબાયત પોલીસે ભાવનાનગર ખાતે છાપો માર્યો હતો .ત્યારે રહેમત અંસારી બિમાર લોકોનું ઇલાજ કરતા રંગેહાથ પકડાય ગયો હતો.પોલીસે રહેમત અંસારી પાસે મેડિકલ સર્ટી માંગતા ઉડાવ જવાબ આપતા પોલીસે તેની અટક કરી વધુ પુછતા તેï ભાંગી પડયો હતો.તેણે નોબેલ ઇન્સ્ટીટયુટ અોફ વોકેશનલ ઍન્ડ પેરા મેડીકલ સાઇન્સ ગીરદી ઝારખંડ ખાતેથી પેરામેડીકલ કોર્સ અંગેનું ડિપ્લોમાં ઇન કોમ્યુનીટી મેડીકલ સર્વિસ ઍન્ડ ઍસેન્સીઅલ ડ્રગ્સ કોર્સ કરેલ હોવાનુ સર્ટી રજુ કર્યુ હતુ.પરંતુ પોલીસે તપાસ કરતા ભારતીય મેડીકલ કાઉન્સીલ ઍકટ ૧૯૫૬ અને ગુજરાત મેડીકલ કાઉન્સીલ બોર્ડને આધારે માન્ય નથી.જેથી ઍલોપેથીક પ્રેકટીસ કરી શકે નહી.તે બોગસ ડોક્ટર બનીને લોકોનુ ઇલાજ કરી પૈસા પડાવતો હતો .હાલ પોલીસે તેની સામે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.