
છેલ્લા બે ત્રણ મહિનાથી વાતાવરણમાં સતત પલટો આવી રહયો છે ઉનાળાના દિવસોમાં જે રીતે વરસાદી માહોલ જામી રહયો છે તે જોતા જાણે ચોમાસું હોય તેવો અનુભવ થઈ રહયો છે.બુધવારે સુરત શહેર અને જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.પરિણામે વીજળી પડયા હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી.જેમા ઓલપાડ તાલુકામાં આવેલા ગોથાણ ગામ ખાતે વીજળી પડતા ખેતરમાં કામ કરતો યુવકનુ મોત નિપજયુ હતુ.
સુરતજિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ગોથાણ ગામ ખાતે વીજળી પડી હતી. સતીશ રાઠોડ નામના ૨૨ વર્ષે યુવક તેના ખેતરમાં કામ કરી રહયો હતો. પોતાના ખેતરમાં જ ઝાડને કાપવાનું કામ કરી રહયો હતો તે દરમિયાન વરસાદી માહોલ જામી ગયો હતો. આકાશમાં ઍકાઍક કડાકા ભડાકા સાથે વીજળી થવાની શરૂ થઈ હતી. યુવક ઝાડ કાપી રહયો હતો તે દરમિયાન તેના ઉપર વીજળી પડતા તેનું મોત થયું હતું.સતીશ રાઠોડને તાત્કાલિક અસરથી સારવાર માટે કામરેજ પીઍચસી ખાતે લઈ જવાયો હતો. પરંતુ ડોક્ટરને ઍ તપાસ કરતા તેનું મોત નિપજો હોવાનું જણાય આવ્યું હતું. સતીશ નામના યુવકનું મોત થતા તેના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઍકાઍક જ બનેલી ઘટનાથી સૌ કોઈ આવાક થઈ ગયા હતા. આમ સુરત જીલ્લાના કામરેજ અને બારડોલીમાં વીજળી પડતા ઍક મહિલા સહિત બેના મોત થયા હતા.ïઆમ વીજળી પડવાથી ત્રણ લોકોઓ જીવ ગુમાવ્યુ હતુ.