ઉધના ઉદ્યોગ નગરની ગારમેન્ટની ફેક્ટરીમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી.આગ વધુ પ્રસરે તે પહેલા ફાયરને જાણ કરાતા લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ફાયરે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. ફેકટરીમાં ફસાયેલા કામદારોને રેસ્ક્યૂ કરી ફાયરે સહીસલામત બહાર કાઢ્યા હતા.
ઉધના ઉદ્યોગનગર -૨ પ્લોટ નંબર ૩૯ ડી ઍલ ગારમેન્ટમાં સાડી તથા કુર્તા બનાવવાના મશીનરીમાં મોડી રાત્રે આગ ફાટી નિકળતા ભાગદોડ મચી ગઇ હતી.આગ ઝડપભેર પ્રસરી જતા કારખાનાના બીજ માળે કામ કરતા ચાર કારીગરો ફસાય ગયા હતા.જેથી કારીગરોઍ બુમાબુમ કરતા આજુબાજુના અન્ય ફેકટરીનાï કારીદોર દોડી આવી ફાયરને જાïણï કરી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી ભીષણ આગને કાબુમા લેવાની સાથે ફસાયેલા કારીગરોને સહીસલામત બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરી હતી. તાત્કાલિક ફાયર વિભાગની ઍકટીમે બીજા માળેથી તેમને નીચે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બીજીબાજુ ફાયરે વિભાગે પાણીનો મારો ચલાવી ભારેજહેમત બાદ આગ કાબુમાં લઇ ફસાયેલા કારીગરોને રેસ્ક્યૂ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આગને કારણે કાપડના માલને નુકશાન થયુ છે.ફાયર ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું કે, આગનો કોલ મળતા મોડી રાતે અમે સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. સાડી અને કુર્તા બનાવતી આ ફેક્ટરીના બીજા માટે આગ લાગી હતી.બીજા માળ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં રો-મટીરીયલ પડેલું હતું. બીજા માળ ઉપર જ ફેક્ટરીમાં કામ કરતા કેટલા કામદારો રહેતા હતા. ઍ તમામ ચાર કામદારો જીશાન અન્સારી,શકીલ મોહમ્મદ અન્સારી,રેહાન અન્સારી,અરબાઝ અન્સારી રેસ્ક્યુ કરીને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. આગ લાગવા પાછળનું પ્રાથમિક તારણ સોર્ટ સર્કિટ લાગી રહયુ છે