
પાલનપુર પાટિયા મણીનગર સોસાયટીમાં આવેલા બે મકાનમાંથી સવારના સમયે તસ્કરો ત્રાટકયા હતા. મકાનના દરવજા ખુલ્લા જાઇ અંદર ઘુસી આવેલા તસ્કરો રોકડ અને દાગીના મળી કુલ રૂપિયા ૭૬ હજારની મતા ચોરી કરી ભાગી છુટયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાય છે
અડાજણ પાલનપુર પાટીયા સ્થિત સ્વામિનારાયણ મંદિરની પાસે મણિનગર સોસાયટીમાં ગીતાબેન નવીનચંદ્ર દૂધવાલા તેમનો પરિવાર રહે છે.મેં ૨૦૨૨ ના રોજ સવારના સમયે તેમના ઘરનો દરવાજો ખુલ્લો જોઈ તસ્કરો ઘૂસી ગયા હતા ઘરમાં રસોડામાં આવેલા ડાઇન ટેબલ ઉપર મુકેલા તેના દીકરા ઉર્મિલના બેગમાંથી બેંકમાં ભરવાના રૂપિયા ૫૧૦૦૦ ની રોકડ ચોરી કરી પલાયાન થઈ ગયા હતા ત્યારે બીજા બનાવમાં મણીનગર સોસાયટીમાં રહેતા નીતલબેન અશોકભાઈ ચાવડાના મકાનમાં પણ સવારના સમયે દરવાજો ખુલ્લો જોઈ તસ્કરોઍ પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ કબાટના ખાનામાં મુકેલા રૂ.૨૫ હજારના સોનાના દાગીનાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. આ બધા સંદર્ભે અડાજણ પોલીસે અલગ અલગ બે ગુના નોîધી તપાસ હાથ ધરી છે