
લીંબાયત મીઠીખાડી પાસે આવેલી ઍક દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. દુકાનનું ઉપરનું પતરૂ તોડી અંદર પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ દુકાનમાંથી રીક્ષાના ટાયરો,બેટરીઓ સહિત કુલ રૂ.૪૬,૭૦૦ની મતા ચોરી કરી ભાગી ગયા હતા.
બેગમપુરા ઝારાવાડનો ટેકરા પર રહેતા મોસીન પીર મહોમદ શેખ મીઠીખાડી ગરીબ નવાઝ નગર ખાતે પીર બુખારી સ્પ્રે પેન્ટ નામની દુકાન ધરાવે છે.તેમની દુકાનમા તા.૧૯મી ના રોજ રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા.તસ્કરોઍ દુકાનના ઉપરનું પતરૂ તોડી અંદર પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ પેન્ટ માટે આવેલી બે રીક્ષામાંથી ટાયરો,બેટરી , રીક્ષા કલર કરવાના ૭ ગન પંચ તથા રીક્ષા પોલીશ કરવાનું મશીન મળી કુલ રૂ.૪૬.૭૦૦ની મતા ચોરી કરી ભાગી ગયા હતા. આ બનાવ અંગે બીજા દિવસે જાણ થતા મોહસીને લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.