
રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈને જે નિવેદન આપવાના કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી તેમજ તેમનું સંસદપદ પણ રદ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી દ્વારા કોર્ટે જે સજા ફટકારી છે ઍને મોકૂફ રાખવા માટે અપીલ કરાઈ હતી. ઍની સુનાવણી થાય ઍ પહેલાં ફરિયાદી પક્ષ દ્વારા વાંધા અપીલ રજૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવી હતી. દલીલ પૂર્ણ થઈ ગયા બાદ કોર્ટ દ્વારા ૨૦મી તારીખે ચુકાદો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આજે ઍડિશનલ સેશન્સ કોર્ટના જજે કહયુ હતું કે ‘સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ ડિસમિસ’, જ્યારે બચાવપક્ષના વકીલે કહયુ હતું કે હવે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું.આજે ચુકાદોને દિલ્હીની કોઈ લીગલ ટીમ કે પ્રદેશના કોઈ મોટા નેતા હાજર રહયા નહોતા.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીઍ ૨૩ માર્ચે સુરતની ટ્રાયલ કોર્ટે ફટકારેલી બે વર્ષની સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. સેશન્સ જજ આર.પી.મોગરાની કોર્ટમાં બંને પક્ષોની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી હતી. આ કેસમાં નિર્ણય આવે ત્યાં સુધી રાહુલને જામીન મળી ગયા હતા. આજે સેશન્સ કોર્ટે આ મામલે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે. જેને રાહુલ ગાંધી માટે મોટો આંચકો મનાઈ રહયો છે.ટ્રાયલ કોર્ટની સજા સામે અપીલ દરમિયાન રાહુલ ગાંધીના વકીલ આર.ઍસ. ચીમાઍ કહયુ હતું કે આખો કેસ ઈલેક્ટ્રોનિક પુરાવા પર આધારિત છે, ટીવી ચેનલ પર રાહુલનું નિવેદન જોયા બાદ ૧૦૦ કિલોમીટર દૂર બેઠેલા વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.બીજી તરફ, ફરિયાદી પૂર્ણેશ મોદીના વકીલ હર્ષિત ટોલિયાઍ તેમના જવાબમાં રાહુલ પર અપમાનજનક ટિપ્પણી કરવાનો અને તેનું પુનરાવર્તન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહયુ કે સંસદમાં કાયદાઓ બને છે, પરંતુ રાહુલ પોતે તે સમય દરમિયાન સંસદ સભ્ય હોવા છતાં, નિયમો અને કાયદાઓનું પાલન કરતા નથી અથવા કાયદા સાથે ખિલવાડ કરે છે તો તેનો ખોટો સંદેશ સામાન્ય જનતામાં જાય છે. આ કિસ્સામાં મોદી સરનેમનો ઉલ્લેખ કરતા રાહુલે લોકોને પૂછ્યું કે બધા ચોરોની અટક મોદી શા માટે છે? શોધો તમને વધુ મોદી મળશે.૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં રાહુલે ચૂંટણી ભાષણમાં મોદીની અટકનો ઉલ્લેખ કરતા કહયુ કે બધા ચોરોની અટક મોદી શા માટે છે. ટોલિયાઍ કોર્ટને ઍમ પણ કહયુ કે જે દિવસે ટ્રાયલ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો તે દિવસે રાહુલે કોર્ટની બહાર ભારે વિરોધ કર્યો. ટોલિયાઍ કોર્ટને ઍ પણ કહયુ હતું કે રાહુલે નીચલી કોર્ટમાં પોતાના બદનક્ષીભર્યા નિવેદનો બદલ માફી માંગવાનો ઇનકાર કર્યો હતો.