સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આજ રોજ સુરતના ડિંડોલી, ખરવાસા, ચલથાણ જેવા વિસ્તારોમાંથી પસાર થતી નહેરમાંથી અર્ધવિસર્જીત રઝળતી શ્રી ગણેશજીની 2500 થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતેના દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવેલ. નહેરના પાણીમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થિતિ એવી હતી હિંદુ ધર્મની લાગણી દુભાઈ જેના કારણે સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સુર્યવંશી એ શ્રી માધવ ગૌશાળાના ગૌસેવકો ઉપરાંત ઉધના પાંડેસરા વિસ્તારના સંસ્થાના 150 થી વધુ યુવાનોને સાથે રાખી અર્ધવિસર્જિત રઝરતી પ્રતિમાઓને બહાર કાઢી હજીરાના દરિયા ખાતે પુનઃવિસર્જન કરવામાં આવેલ. સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આ કાર્ય છેલ્લા 7 વર્ષથી કરવામાં આવી રહ્યું છે છતાં લોક જાગૃતિનો અભાવ મળી રહ્યો છે.
તે ઉપરાંત સંસ્થાના અધ્યક્ષ આશિષ સુર્યવંશી એ વધુમાં જણાવેલ કે, જે ગણપતિ બાપ્પાને એટલા વાજતે ગાજતે આપણે મંડપમાં લાવતા હોવ, પાંચ કે દસ દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરતા હોય, પણ છેલ્લા દિવસે તેમનું વિસર્જન જ યોગ્ય રીતે ન કરી શકતા હોય તો આવી ભક્તિથી કોઈ લાભ નથી. એના કરતા બાપ્પાની સ્થાપના જ એવી કરો કે એમનું વિસર્જન પણ સન્માનપૂર્વક તમે જાતે જ કરી શકો. 10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી-દેવતાની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિંદુ ધર્મની લાગણી દુભાવે છે. સંસ્કૃતિની રક્ષા માટે સંસ્થા દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથા POP ની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારના રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે તેમ છતાં લોકોમાં જાગૃતતા જોવા મળી રહી નથી.