સુરત: આજ રોજ દીપ દર્શન વિદ્યા સંકુલ, પ્રાથમિક વિભાગ, અંગ્રેજી માધ્યમમાં પર્યાવરણ અનુકૂળતા લક્ષી ગણેશોત્સવ નિમિત્તે ગણેશ વંદના કાર્યક્રમનું આયોજન ખૂબ આનંદપૂર્વક અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યું.તેમાં સ્કુલ ના સંચાલક શ્રી. દશરથભાઈ પટેલ અને બધા જ વિભાગ ના આચાર્યો , શિક્ષકો અને બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
આજ ના સમય માં એક બાજુ ટેકનોલોજી અને AI દ્વારા સમગ્ર વિશ્વ નિયંત્રિત થઈ રહ્યું છે ત્યાં દીપ દર્શન સ્કુલ ના ભૂલકાં ઓ એ પર્યાવરણ ને અનુલક્ષી ઝાડના પાન અને પ્રાકૃતિક માટી નો ઉપયોગ કરીને ગણપતિ બનાવ્યા જેનાથી વિસર્જન સમયે પાણી માં રહેલ જીવ માટે ગણેશજી ની પ્રતિમા આશીર્વાદ રૂપ બની રહે ના કે હાનિકારક પુરવાર થાય, તે ઉપરાંત બાળકોએ ખૂબ જ રસ દાખવીને ભગવાનને ધરાવવા નૈવેદ્ય બનાવ્યું. તેમાં બાળકોએ નાળિયેરનાં મોદક, ખજૂરના મોદક, ચોકલેટના મોદક તેમજ વિવિધ પ્રકારનાં ચૂરમાના લાડુ, મોતીચૂર ના લાડુ બનાવ્યાં.
એક બાજુ જ્યાં ઘણા બાળકો હવે પોતાના ધર્મ ને લઈને દિશાહીન થતાં જોવા મળે છે ત્યાં આ સ્કુલ માં બાળકો ને પોતાની સભ્યતા અને સંસ્કૃતિ ને સમજવાનો અને આત્મસાત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આજના દિવસે કરેલ પ્રવૃત્તિ ઓ માં બાળકો ને પ્રોત્સાહિત કરવા તથા યોગ્ય બાળકો ની પસંદગી માટે સ્કુલ ના બાળકો ના વાલીઓને આમંત્રિત કરાયા હતા,