Skip to content
September 1, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2025
  • January
  • 21
  • AM/NS India વર્ષ 2025 માં અદ્યતન સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ઓટોમોટિવ સ્ટીલ સુવિધાઓ શરૂ કરશે
  • બિઝનેસસ

AM/NS India વર્ષ 2025 માં અદ્યતન સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ઓટોમોટિવ સ્ટીલ સુવિધાઓ શરૂ કરશે

Anjali Chatterjee January 21, 2025

અદ્યતન ઉત્પાદન સુવિધાઓ કે જે સમગ્ર ઓટોમોટિવ સેક્ટર માટે જરૂરી ઉચ્ચ સ્તરના સ્ટીલની આયાતને બદલે, ‘આત્મનિર્ભરતા’ને પ્રોત્સાહન આપશે
અદ્યતન ઉત્પાદનો ભારતમાં પ્રથમ વખત સ્થાનિક સ્તરે જ ઉત્પાદિત થશે

હજીરા-સુરત, જાન્યુઆરી 19, 2025: વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો – આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) આ વર્ષે અદ્યતન ઓટોમોટિવ સ્ટીલ ઉત્પાદનો માટે સમર્પિત બે નવી ઉન્નત ઉત્પાદન લાઇન શરૂ કરવા જઈ રહ્યું છે.

આ બંન્ને લાઇન કાર્યક્ષમ થયા બાદ સમગ્ર ઓટોમોટિવ ક્ષેત્ર માટે જરૂરી ઉચ્ચ-પ્રમાણવાળા સ્ટીલના આયાતનો વિકલ્પ સરળતાંથી ઉપલ્બધ રહેશે અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન આપશે. ઉપરાંત, તમામ ઉત્પાદનો પેરેન્ટ કંપનીઓ – આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના ગુણવત્તા ધોરણોને અનુરૂપ હશે. વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ અદ્યતન અને જરૂરી ઉત્પાદનો હવે પ્રથમ વખત ભારતમાં ઉત્પાદિત કરવામાં આવશે.

આ બંન્ને નવી લાઇન – કન્ટિન્યુઅસ ગેલ્વેનાઈઝિંગ લાઇન (CGL) અને કન્ટિન્યુઅસ ગેલ્વેનાઈઝિંગ અને એનલિંગ લાઇન (CGAL) – જે પેરેન્ટ કંપનીઓના ટેકનિકલ રીતભાત મુજબની છે, જે વર્ષ 2025માં સંપૂર્ણપણે કાર્યક્ષમ થવાની અપેક્ષા છે. આ બંને સવલતો હજીરા, ગુજરાત સ્થિત AM/NS Indiaના મુખ્ય પ્લાન્ટમાં સ્થપાયેલા કોલ્ડ રોલિંગ મિલ 2 (CRM2) કોમ્પ્લેક્ષનો અતિ મહત્વનો ભાગ હશે.

આ બંને યુનિટ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના લાઇસન્સવાળા ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં સક્ષમ બનાવશે, જેમાં 1180 MPa સુધીની મજબૂતીના સ્તરે કોટેડ તેમજ અનકોટેડ સ્ટીલનો સમાવેશ થાય છે. આ પહેલ AM/NS Indiaની Optigal® અને Magnelis®ની તાજેતરની સફળતાને આગળ વધારશે.
આ વિસ્તરણનો ઉદ્દેશ ભારતમાં વધતી ગુણવત્તાસભર અને મૂલ્યવર્ધિત ઓટોમોટિવ સ્ટીલની માંગને પૂર્ણ કરવાનો છે, જે હાલ ફ્લેટ સ્ટીલ માટે 7.8 મિલિયન ટન પ્રતિ વર્ષ (MTPA) છે અને જે દર વર્ષે 6-7% દ્વારા વધવાની અપેક્ષા છે.

દિલીપ ઓમ્મેન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ જ્ણાવ્યું હતું કે, “આ બંને સમર્પિત યુનિટ ઓટોમોટિવ ક્ષેત્રની વધતી જરૂરિયાતોને અનુકૂળ ગુણવત્તાસભર, પ્રીમિયમ સ્ટીલનો જથ્થો પૂરા પાડવા માટે અમારી દ્રષ્ટિમાં મહત્વપૂર્ણ પગલું છે. અમારા વિસ્તૃત ઉત્પાદનો અને સેવાઓની શ્રેણી સાથે, અમે ઓટોમોટિવ ઉત્પાદકો માટે તેમની પસંદગીના અને મહત્વના સપ્લાયર છીએ. આ બંન્ને યુનિટ કાર્યક્ષમ થયા પછી, અમે દેશમાં પ્રથમવાર વૈશ્વિક સ્તરે માન્યતા ધરાવતાં નવીન પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરીશું અને સાથે જ અમારા પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને બજારહિસ્સો પણ વધારીશું. આ વિસ્તરણ આપણા સ્ટીલ ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને વૈશ્વિક સ્પર્ધામાં ભારતને પ્રબળ સ્થાન પ્રાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે, જે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ આપશે”.

આ ઉપરાંત, AM/NS India નવી દિલ્હી ખાતે યોજાઈ રહેલા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં પોતાના વિશિષ્ટ ઓટોમોટિવ યોગદાનો અને આર્સેલરમિત્તલના મલ્ટી પાર્ટ ઈન્ટિગ્રેશન™ (MPI) સોલ્યુશન્સને પ્રદર્શિત કરી રહી છે. પ્રદર્શિત નવીનતાઓમાં ઓટોમોટિવ ક્ષેત્રના મહત્વપૂર્ણ સાધનો જેવા કે નેક્સ્ટ જનરેશન ડોર રિંગ અને અદ્યતન બેટરી પેકનો સમાવેશ થાય છે, જે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેકચરર્સ (OEMs)ની મૂલ્યવાન જરૂરિયાતોને પહોંચી વળે છે. MPI સોલ્યુશન્સ અનેક મહત્વપૂર્ણ લાભ પૂરા પાડે છે, જેમાં ઓછો ઉત્પાદન ખર્ચ, સરળ બનાવટની પ્રક્રિયા, મોડ્યુલર ડિઝાઇન્સ, વૈવિધ્યસભર ઓટોમોટિવ એપ્લિકેશન્સ માટેની અનુકૂળતા, વિશ્વ સ્તરના ટકાઉ ધોરણો સાથે ઈકોફ્રેન્ડલી ઉત્પાદન, વાહન કાર્યક્ષમતા વધારીને વજનમાં જરૂરી ઘટાડો કરવો અને ભારત NCAP (BNCAP) ધોરણો સાથે સુસંગત સુરક્ષામાં વધારો કરે છે.

Post navigation

Previous રોજિંદા હીરો અમારી સેવા કરતા હાથનું સન્માન
Next HDFC બેંક દ્વારા પ્રજાસત્તાક દિન પૂર્વે સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું કરાયું આયોજન

Similar Stories

“સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા મંથન: ઉદ્યોગના વિકાસ માટે પ્રાઇવેટ ઇક્વિટી ફંડિંગ અને IPO સમયની જરૂરીયાત છે”
  • બિઝનેસસ

“સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા મંથન: ઉદ્યોગના વિકાસ માટે પ્રાઇવેટ ઇક્વિટી ફંડિંગ અને IPO સમયની જરૂરીયાત છે”

August 4, 2025
GHV ઈન્ફ્રાને રાસ અલ ખૈમાહ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ હબ માટે Rs 2,645 Cr EPC કોન્ટ્રાક્ટ મળ્યો
  • બિઝનેસસ

GHV ઈન્ફ્રાને રાસ અલ ખૈમાહ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ હબ માટે Rs 2,645 Cr EPC કોન્ટ્રાક્ટ મળ્યો

August 2, 2025
ફ્રેગન્ટા બાય લીના જૈન દ્વારા “ગંગા & જોગી” પરફ્યુમ લોન્ચ કરાયું
  • બિઝનેસસ

ફ્રેગન્ટા બાય લીના જૈન દ્વારા “ગંગા & જોગી” પરફ્યુમ લોન્ચ કરાયું

July 28, 2025

Recent Posts

  • વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ એસજીએફઆઈ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
  • એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્વતંત્રતા સપ્તાહ નિમિત્તે નોલેજ ફેસ્ટનું આયોજન
  • સુરતમાં પ્રથમ વખત ઇવેન્ટ કોન્ક્લેવ: ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીને મળશે નવો આયામ
  • વર્લ્ડ સિનિયર સિટિઝન્સ ડે નિમિત્તે સેન્ટર ફોર સાઇટ અને મિલિંદ સોમનનું ભારતને આહ્વાન – આંખોના આરોગ્યને પ્રાથમિકતા આપો
  • “એક દેશ, એક મિશન – પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” પર નાટકનું આયોજન

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ એસજીએફઆઈ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
  • સ્પોર્ટ્સ

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ એસજીએફઆઈ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

August 28, 2025
એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્વતંત્રતા સપ્તાહ નિમિત્તે નોલેજ ફેસ્ટનું આયોજન
  • એજ્યુકેશન

એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્વતંત્રતા સપ્તાહ નિમિત્તે નોલેજ ફેસ્ટનું આયોજન

August 27, 2025
સુરતમાં પ્રથમ વખત ઇવેન્ટ કોન્ક્લેવ: ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીને મળશે નવો આયામ
  • ગુજરાત

સુરતમાં પ્રથમ વખત ઇવેન્ટ કોન્ક્લેવ: ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીને મળશે નવો આયામ

August 21, 2025
વર્લ્ડ સિનિયર સિટિઝન્સ ડે નિમિત્તે સેન્ટર ફોર સાઇટ અને મિલિંદ સોમનનું ભારતને આહ્વાન – આંખોના આરોગ્યને પ્રાથમિકતા આપો
  • હેલ્થ

વર્લ્ડ સિનિયર સિટિઝન્સ ડે નિમિત્તે સેન્ટર ફોર સાઇટ અને મિલિંદ સોમનનું ભારતને આહ્વાન – આંખોના આરોગ્યને પ્રાથમિકતા આપો

August 21, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.