
જેમાં મંત્રા અને ફોસ્ટાના પ્રતિસ્થિત મહાનુભાવો તથા અનુભવી પ્રોફેશનલ – તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતરમાં સુરતની પ્રસિધ્ધ ટેક્સટાઇલ માર્કેટમાં ઇલેક્ટ્રિક શોર્ટ-સર્કિટના લીધે થયેલ ભયાનક આગ અને તેનાથી કાપડ ઉદ્યોગને ખૂબ જ વ્યાપક નુકશાન થયેલ છે. આ પ્રકારે ઇલેક્ટ્રિક શોર્ટ-સર્કિટના કારણે કોમર્શિયલ ઇમારતો જેવી કે અનેકો ટેક્સટાઇલ માર્કેટો. હોસ્પિટલ, સ્કૂલ, શોપિંગ કોમ્પ્લેક્ષોમાં અવારનવાર આગજ નીના બનાવો બનતા રહે છે.
તેનાથી જાનમાલનું પારાવાર નુકશાન ભોગવવું પડે છે. આપણે જાણીએ છીયે કે સેફટી (સલામતી) એ સૌની સહિયારી જવાબદારી છે અને આ પ્રેસ મીટના માધ્યમથી ઇલેક્ટ્રિકલ સેફટી જ્ઞાન-પ્રસાર અને વ્યાવહારિક માર્ગદર્શન દ્વારા સૌના માટે બહેતર કાર્ય વાતવરણના સર્જનમાં યોગદાનનો અભિગત રાખવામાં આવેલ છે અને તેના થકી અકસ્માતોનું નિવારણ થાય અને ધંધા-ઉદ્યોગ એકમોના કર્મચારીઓના હિતની સુરક્ષા થશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.
આ બધા પરિબળોને ધ્યાનમાં લઈ મંત્રા અને ફોસ્ટાએ આ પ્રકારના અનિનિય બનાવો ન બને તે માટે સાથે મળીને ઇલેક્ટ્રિકલ સેફટી અવેરનેસ અને ઓડિટ ટેક્સટાઇલ માર્કેટોમાં કરવા માટેના સઘન પ્રયાસો આદરેલા છે. આ પ્રસંગે મંત્રાના પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલા અને ફોસ્ટાના પ્રમુખ શ્રી કૈલાશ હકિમએ પોતાની પ્રસંગોપાત વાત રજૂ કરેલ હતી. આ સાથે ઉપસ્થિત રહેલા તજજ્ઞોએ પણ એમનું મંતવ્ય આચર્યું હતું.