Skip to content
July 15, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2025
  • June
  • 17
  • ગ્રીનમેન વિરલ દેસાઈએ સુરતના ગરિમા વયસ્ક વામા ગ્રુપ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું
  • લાઇફસ્ટાઇલ

ગ્રીનમેન વિરલ દેસાઈએ સુરતના ગરિમા વયસ્ક વામા ગ્રુપ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું

Anjali Chatterjee June 17, 2025

સુરત, 13 જૂન 2025: જાણીતા પર્યાવરણવિદ્ અને ‘ગ્રીનમેન’ તરીકે ઓળખાતા શ્રી વિરલ દેસાઈએ સુરતના ગરિમા વયસ્ક વામા ગ્રુપની સખીવૃંદના વાર્ષિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સિનિયર સિટિઝન મહિલાઓ સાથે પર્યાવરણ સંરક્ષણ અને સસ્ટેનેબલ જીવનશૈલી વિશે રસપ્રદ અને પ્રેરણાદાયી વાતચીત કરી હતી.

કાર્યક્રમ દરમિયાન વિરલ દેસાઈએ સિનિયર સિટિઝન મહિલાઓને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે જાગૃત કર્યા. તેમણે ખાસ કરીને નવી પેઢીના બાળકોને પર્યાવરણ અને પ્રકૃતિ સંરક્ષણની વાર્તાઓ દ્વારા પ્રેરણા આપવા અને તેમને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે તૈયાર કરવાની જવાબદારી વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે દાદી અને નાની તરીકે આ મહિલાઓ બાળકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સાથે જ વિરલ દેસાઈ વડીલો સમક્ષ તેમની મુવમેન્ટ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટચોન્જ’ની સમજણ આપી હતી. અને જનજનને કોઈ રીતે આ મુહિમ સાથે જોડીને પર્યાવરણ સંરક્ષણના કાર્યો કરી શકાય એ વિશે કહ્યું હતું.

આ કાર્યક્રમમાં હાજર તમામ સિનિયર સિટિઝન મહિલાઓએ વિરલ દેસાઈના પ્રેરણાદાયી વિચારોની પ્રશંસા કરી અને તેમને અંતરના આશીર્વાદ આપ્યા. તેમણે દેસાઈને શુભેચ્છા પાઠવી કે તેઓ પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં વધુ ને વધુ ઉત્તમ કાર્ય કરે.

આ પ્રસંગે વિરલ દેસાઈએ પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું, ‘અનુભવી વડીલોને પર્યાવરણ સંરક્ષણ વિશે શીખવવું એ મારા ગજાની બહારની વાત છે. પરંતુ તેમના આશીર્વાદ લેવા એ મારા માટે અત્યંત અહોભાગ્યની ક્ષણ છે. તેમનો પ્રેમ અને સમર્થન મને પર્યાવરણ સંરક્ષણના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.’

Continue Reading

Previous: AM/NS India દ્વારા ગાંધીધામમાં મોબાઇલ મેડિકલ યુનિટ શરૂ કરી, આરોગ્ય સેવાને વધુ પ્રાપ્ય બનાવી
Next: AM/NS India એ યોગ દ્વારા દર્શાવ્યો આરોગ્યદાયક અને સુખદ ભવિષ્યનો સંકલ્પ

Similar Stories

આચાર્ય ડૉ. શ્યામ સુરેશ નું વૈશ્વિક માનવતાવાદી મિશન: ભૂખ્યું ના રહે કોઈ
  • લાઇફસ્ટાઇલ

આચાર્ય ડૉ. શ્યામ સુરેશ નું વૈશ્વિક માનવતાવાદી મિશન: ભૂખ્યું ના રહે કોઈ

July 12, 2025
આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન
  • લાઇફસ્ટાઇલ

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન

July 5, 2025
IIFD સુરત દ્વારા વાર્ષિક કાર્યક્રમ ફેશોનેટ 2025નું સરસાણા ખાતે સફળ આયોજન
  • લાઇફસ્ટાઇલ

IIFD સુરત દ્વારા વાર્ષિક કાર્યક્રમ ફેશોનેટ 2025નું સરસાણા ખાતે સફળ આયોજન

June 13, 2025

Recent Posts

  • સ્વસ્થ જીવનશૈલીની શરૂઆત: વ્હાઇટ લોટસમાં ડૉ. પૂજા અરોરાનું પોષણ માર્ગદર્શન
  • ભવિષ્યને નવી દિશા: વ્હાઇટ લોટસ સ્કૂલના સત્રમાં વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે સ્પષ્ટતા મળી.
  • વણઝારા”નો સુરીલો ધમાકો: ગુજરાતી લોક-સંગીતની નવી ઉડાન ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર સુધી
  • આચાર્ય ડૉ. શ્યામ સુરેશ નું વૈશ્વિક માનવતાવાદી મિશન: ભૂખ્યું ના રહે કોઈ
  • “મહારાણી” નું ટ્રેલર રિલીઝ – મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

સ્વસ્થ જીવનશૈલીની શરૂઆત: વ્હાઇટ લોટસમાં ડૉ. પૂજા અરોરાનું પોષણ માર્ગદર્શન
  • એજ્યુકેશન

સ્વસ્થ જીવનશૈલીની શરૂઆત: વ્હાઇટ લોટસમાં ડૉ. પૂજા અરોરાનું પોષણ માર્ગદર્શન

July 15, 2025
ભવિષ્યને નવી દિશા: વ્હાઇટ લોટસ સ્કૂલના સત્રમાં વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે સ્પષ્ટતા મળી.
  • એજ્યુકેશન

ભવિષ્યને નવી દિશા: વ્હાઇટ લોટસ સ્કૂલના સત્રમાં વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે સ્પષ્ટતા મળી.

July 15, 2025
વણઝારા”નો સુરીલો ધમાકો: ગુજરાતી લોક-સંગીતની નવી ઉડાન ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર સુધી
  • એન્ટરટેઇન્મેન્ટ

વણઝારા”નો સુરીલો ધમાકો: ગુજરાતી લોક-સંગીતની નવી ઉડાન ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર સુધી

July 12, 2025
આચાર્ય ડૉ. શ્યામ સુરેશ નું વૈશ્વિક માનવતાવાદી મિશન: ભૂખ્યું ના રહે કોઈ
  • લાઇફસ્ટાઇલ

આચાર્ય ડૉ. શ્યામ સુરેશ નું વૈશ્વિક માનવતાવાદી મિશન: ભૂખ્યું ના રહે કોઈ

July 12, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.