
કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રાલયની મળેલી મીટીંગમાં સને-૧૦૧૩ના સ્લોટ ઍલોકેશન્સ ગાઇડલાઇનમાં ફેરફાર કર્યો છે. ખાસ કરીને જે ઍરલાઇન્સ કંપનીઍ ડીજીસીઍ પાસેથી ફ્લાઇટ ઉડાવવા માટે સ્લોટ મેળવી લીધા હોવા છતાં પણ ફ્લાઇટ મોકલતા નથી તેઓની સામે કડક કાર્યવાહી કરાશે. આ માટે સ્ટેક હોલ્ડર્સની પાસે અભિપ્રાય પણ મંગાવાયો છે.
નવા નિયમથી જો ફ્લાઇટના સ્લોટ માટેનો શિડયુલ ઍપ્રુવલ થઇ જાય ત્યારબાદ ઓછામાં ઓછા ૮૦ દિવસ સુધીમાં તેને શરૂ કરી દેવાનો રહેશે. અને જો ઍરલાઇન્સ કંપની તે ફ્લાઇટ ઓપરેટ નથી કરતી તો તે ફ્લાઇટના સ્લોટ રદ્દ કરી દેવામાં આવશે. ત્યારબાદ બીજી કોઇ ઍરલાઇન્સ કંપની તે સ્લોટમાં ફ્લાઇટ ઓપરેટ કરવા માંગશે તો તેને મંજૂરી આપી દેવાશેરાત્રે ર્પાકિંગ મળે તો પણ બીજી ફ્લાઇટ આવે મોટા ભાગની ફ્લાઇટો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે બંધ થયાનું કહેવાય છે. ૧૧ ફ્લાઇટ પૈકી ૨થી ૩ ઍવી છે કે, જે રાત્રે સુરત આવી વહેલી સવારે બીજા શહેર તરફ જવા માંગે છે પરંતુ રાત્રે ર્પાકિંગ ન હોવાને કારણે તેઓ આવી શકતા નથી. સુરત ઍરપોર્ટ ઉપર ૫ ફ્લાઇટ ર્પાકિંગ માટેની મંજૂરી મંગાઇ છે પરંતુ હજુ સુધી પણ તે પેન્ડીંગ છે.વિસ્તારાને સુરતમાં સ્લોટ મળ્યો જોકે, આ ઍરલાઇન્સ સુરતમાં આવે તે પહેલાં જ ગયા મહિને ઍર ઇન્ડિયા સાથે જોડાણ થઇ ગયું હતું. ત્યારે હવે વિસ્તારાની જે ફ્લાઇટને સ્લોટ મળ્યો હતો તે જ સ્લોટ ઍર ઇન્ડિયાને મળે તે માટે શરૂઆતથી નવી પ્રોસેસ કરવી પડશે. ઍર ઇન્ડિયાની ફ્લાઇટ હાલમાં સુરતથી શારજાહ અને શારજાહથી સુરત વચ્ચેની ફ્લાઇટ શરૂ છે.ઍરઍશિયા સુરતથી દિલ્હી, કોલકાતા અને બેંગ્લોરની ફ્લાઇટ શરૂ કરે તેવી વિચારણા છે. જાણકારોના કહેવા પ્રમાણે કંપનીઍ સુરતમાં બેઝ બનાવવાની તૈયારી આરંભી દીધી છે અને આગામી દિવસોમાં સ્લોટની માંગણી કરી શકે છે. ઍર ઍશિયાને બજેટ ફ્લાઇટ ગણવામાં આવે છે.જો કે, આ બાબતે સુરત ઍરપોર્ટ ડિરેક્ટર અમન સૈનીના જણાવ્યા પ્રમાણે હાલમાં અમારી પાસે ઍર ઍશિયા તરફથી કોઇ પત્ર કે મેઇલ મળ્યો નથી.