સુરત શહેરમાં કોરોના વાયરસે ફરી રફતાર પકડી છે. ખાસ કરીને અઠવા અને રાંદેર ઝોનમાં સૌથી વધારે કેસો જાવા મળી રહ્ના છે. લોકો સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરાની સાથે માસ્ક વગર ફરતા દેખાઇ રહ્ના છે. અવાર નવાર સમુહમાં ઉત્સવો પણ કરી રહ્ના છે. ફરી ઍકવાર સોશ્યલ મિડીયામાં ઍક વિડીયો વાયરલ થયો છે.
અઠવા ઝોનના હદ વિસ્તારમાં આવેલા ભરથાણા ખાતેï આવેલી ભગવાન મહાવીર યુનિવર્સીટીનો વિડીયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સવારના સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઍક કેમ્પસમાં ભેગા થયા હતા. સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી માસ્ક વગર ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા વિડીયોમાં દેખાઇ રહ્ના છે. સ્ટેજ પર ભગવાન મહાવીર વેલકમ યુ ના બેનર પણ દેખાઇ રહ્ના છે. આમ કોરોનાઍ ફરીથી રફતાર પકડી છે ત્યારે આ ભીડમાં વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધે તેવી દહેશત દેખાઇ રહી છે. પરંતુ તમામ નિયમો નેવે મુકી યુનિવર્સીટીના સંચાલકોઍ પણ આ પાર્ટીની પરવાનગી કંઇ રીતે આપી તે પણ ઍક તપાસનો વિષય છે. હાલ આ વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કોલેજના સંચાલકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે પણ હવે જાવાનું રહ્ના. જા કે આ વિડીયો રવિવારે સવારના ૬ – ૩૦ થી ૧૦ – ૦૦ વાગ્યાનો છે. ભગવાની મહાવીર યુનિવર્સીટી દ્વારા બી.ઍમ.યુ. સ્ટ્રીટ નામથી મ્યુઝિકલ મોનિ*ગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના પાસ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા.