
રાજય સરકાર દ્વારા તાપી ઉત્સવની શરૂઆત કરતાં જ કોîગ્રેસે પણ ખાડી મહોત્સવïની જાહેરાત કરી હતી. કોîગ્રેસે બે દિવસ ખાડી મહોત્સવના નામે વિવિધ કાર્યક્રમ હાથ ધરી વિરોધ નોîધાવ્યો હતો.ï
૩જી જાન્યુઆરી સોમવારના દિવસે પુણા અંજલી સોસાયટીમાં કોîગ્રેસ અને રહીશો દ્વારા રામધુન બોલાવી વિરોધ નોîધાવ્યો હતો. આ ઉપરાંત પુણા અંજલી સોસાયટી પાસે આવેલી ખાડી પર બેનïર પણ કોîગ્રેસે માર્યુ હતુ. જેમાં પોતાની પ્રસિદ્ધી માટે પ્રજાના પૈસે નદી મહોત્સવ જેવા તાયફાઓ બંધ કરી સુરતની પ્રજાને ગંદી , ગોબરી અને ગંધાતી ખાડીમાંથી મુકિત આપો તેવા લખાણો પણ લખવામાં આવ્યા હતા. સુરત શહેરમાં ૩૩ વર્ષના ભાજપના નિષ્ફળ શાસનની સાાહીક ઉજવણીના ભાગરૂપે ખાડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઘટનાના પગલે વરાછા અને પુણા પોલીસનો કાફલો પણ પહોîચી ગયો હતો. આ કાર્યક્રમમાં રહીશો દ્વારા રામધુન થકી ભાજપની નિષ્ફળતાનો વિરોધ કરવામાં આવ્યો હતો.