સુરતમાં આજ થી ૧૫ થી ૧૮ વર્ષની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓ નું વેક્સિનેશન શરૂ કરાયું છે. પાલિકાની ઉધનાની સ્કૂલમાં વેક્સિનેશન નો પ્રારંભ કરાયો છે. આજે પહેલા દિવસે ૬૦૦થી વધુ સ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આમ સુરત શહેરમાં ૧.૯૨ લાખ વિદ્યાર્થીઅોને વેકસીનેશન કરવામાં આવશે. સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલો પીપલોદની શારદાયતન સ્કુલમાં વેકસીનેશન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્ના છે. દરમિયાન રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે આજથી ૧૫ થી ૧૮ વર્ષની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓને વેક્સીન આપવાનું શરૂ કરાયું છે. સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં આવેલી વિદ્યાનગરની પાલિકાની સ્કૂલમાં વેક્સિનેશન નો પ્રારંભ કરાયો હતો. સુરતના મેયર હેમાલી બોઘાવાલા , પાલિકા કમિશનર બંછાનિધિ પાની ઉપરાંત પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓઍ વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આજે પહેલા દિવસે સુરત શહેરની ૬૦૦ થી વધુ સ્કૂલમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. જેમા ૧.૯૨ લાખ વિદ્યાર્થીઅોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓના વેક્સિનેશન માટે સુરત મહાનગર પાલિકાઍ ૧૦૦ ટીમ બનાવી છે. પાલિકાના વેક્સિનેશન ની શરૂઆત સાથે હજુ સુધી કોઈ પણ વિદ્યાર્થીને રિઍક્શન થયું હોવાની વિગતો પ્રા થઈ નથી જેને કારણે મહાનગરપાલિકાને થોડી રાહત છે. પીપલોદની શારદાયતન સ્કુલમાં વેકસીનેશન કાર્યક્રમમાં મેયર હેમાલીબેન બોઘાવાલાઍ હાજરી આપી હતી. જેમાં તેમણે સુરતીઅોને અપીલ કરી છે કે સ્કુલોમાં વેકસીનેશનના કાર્યક્રમમાં બાળકોને રસી મુકાવવા માટેની અપીલ કરી છે. આ ઉપરાંત શહેરમાં વધતા જતાં કોરોનાના કેસ સામે વેકસીન લઇ આપણે સૌ સુરક્ષિત રહીઍ તેવી લોકોને અપીલ કરી છે.