શનિવારે હનુમાન જયંતીને લઈ શહેરમાં ભક્તો દ્વારા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ખાસ કરીને રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી શનિવારે સુરત ખાતે ઉપસ્થિત હતાં. ત્યારે હર્ષ સંઘવી સગરામપુરા ખાતે આવેલા ઐતિહાસિક ક્ષેત્રપાલ મંદિરે હનુમાન જયંતી નિમિત્તે દર્શન કરવા પહોચી ગયા હતાં. જ્યાં હનુમાન દાદાના આશીર્વાદ લીધા હતાં.
હર્ષ સંઘવીઍ જણાવ્યું હતું કે, હનુમાન દાદાની પૂજા-અર્ચના કરી તેમનાં આશીર્વાદ લીધાં છે. ગુજરાતનાં લોકો આજે ઉત્સાહપૂર્વક હનુમાન જયંતી મનાવી રહ્નાં છે. સૌ લોકોને હું શુભકામનાઓ આપું છું. હનુમાનજીના આશીર્વાદ માત્ર ગુજરાત પર જ નહીં, સમગ્ર દેશ અને વિશ્વ પર તેમના આશીર્વાદ સદાયે બનેલાં છે અને સદાય બની રહેશે તેવી શુભકામનાઓ સાથે દેશનાં લોકો ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે હનુમાનજીને પ્રાર્થના કરી છે.