
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય વિદ્યાલયમાં ફાઉન્ડેશન કોર્સને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વાલીઓઍ અને વિદ્યાર્થીઓઍ આક્ષેપ કર્યા હતા કે, પ્રિન્સિપાલ પાસેથી રાજીનામું લખાવી લેવામાં આવ્યું હતું. આ મુદ્દાને લઈને આજે ટ્રસ્ટીઓ દ્વારા કેટલાક મહત્વના ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલ જીગ્નેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને ગેર માર્ગે દોર્યા છે. જીગ્નેશ પટેલ દ્વારા ઍન્ટી કેન્વાસિંગ કરાયું હોવાનું ટ્રસ્ટીઓ દ્વારા કહેવાયું હતું.
જે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે સ્વૈચ્છિક રીતે સ્વીકાર્યું કે, અમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. ચેતન પટેલ બીઍ ટીચર, મેહુલ પટેલ- અર્થશાસ્ત્ર ટીચર, મોન્ટુ પટેલ- ક્લાર્ક વિદ્યાર્થીઓને દોર્યા ગેર માર્ગે હોવાની કબૂલાત કરી હતી. શાળા દ્વારા ઓડિયો સાથેના સીસીટીવી પુરાવા આપવામાં આવ્યા છે. જીગ્નેશ પાસે ખુલાસો માંગતા તેમને ભૂલ સ્વીકારી હતી. બાળકોના ભવિષ્ય માટે શરૂ કરાયેલા જેઈઈના ફાઉન્ડેશનના પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા હતા.