
૧૧મી મે ને વિશ્વ નર્સિંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે બુધવારે વિશ્વ નર્સિંગ દિવસ નિમિત્તે નર્સિંગ ઍસોસિઍશન દ્વારા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બલૂન ઉડાવ્યા હતાં,
ત્યારબાદ ટ્રોમા સેન્ટરમાં નર્સોના હાથે કેક કાપી વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, નર્સિંગ ઍસોસિઍશનના પ્રમુખ ઇકબાલ કડીવાલા, સુપ્રિન્ટેન્ડેન્ટ ગોવેરકર, આરઍમઓ કેતન નાયક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહહ્નયા હતાં.