મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે. વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયા બાદ મહારાષ્ટ્રની શિવસેનામાં ભંગાણ સર્જાયું છે. શિવસેનાના શહેરી વિકાસમંત્રી ઍકનાથ શિંદે ૩૦ કરતાં વધુ ધારાસભ્યો સાથે સુરત આવી પહોંચ્યા છે. ત્યારે સમગ્ર રાજકીય રમતના માસ્ટરમાઈન્ડ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા રમાઈ હોવાનું માનવામાં આવી રહ્નાં છે. ઍકનાથ શિંદે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્ના છે. જોકે પડદા પાછળ પાટીલ અને ફડણવીસની જોડીઍ જ આ ઓપરેશન પાર પાડ્યું હોવાનું પણ રાજકીય જાણકારો કહી રહ્ના છે. રાજકીય ખળભળાટ મચાવી હાલ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચી ગયા છે.
ાં થયેલી ઊથલપાથલને લઈને હવે ઍનસીપી સુપ્રીમો શરદ પવાર પણ સક્રિય થઈ ગયા છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે ઍકબીજાના સંપર્કમાં રહીને આ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી કરી રહ્ના છે. મહારાષ્ટ્રના શિવસેનાના કેટલા ધારાસભ્યો અત્યારે સંપર્કવિહોણા છે ઍની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમની સામે કયા પ્રકારનાં પગલાં લેવા ઍની પણ વિચારણા થશે. જોકે અત્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાં આવેલી હલચલનો તોડ કેવી રીતે કરવો ઍને લઈને શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે માટે પડકાર બની રહેશે.