
ગુજરાત સરકારની ૨૦ વર્ષની કામગીરીને લોકો સુધી પહોંચાડવા વંદે ગુજરાત વિકાસ યાત્રા શનિવારે સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે પહોંચી હતી, જ્યાં કુંવારિકાઓદ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં કુલ ૮૨ રથ દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઇ રહી છે. છેલ્લાં બે દાયકામાં થયેલાં વિકાસનાં કામોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે આ યાત્રાનુંઆયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ યાત્રા દરમિયાન ૧૮ જેટલા વિભાગોનાં સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજૂર થયેલા કામોની જાહેરાત, વિવિધકલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર-પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્યગાથા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આજરોજ વંદે વિકાસયાત્રા સુરત જિલ્લામાં પહોંચી હતી, જેમાં પલસાણા, કડોદરા નગર, ચલથાણ તેમજ ઉંભેળ ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા ફરી હતી. સુગર ફેક્ટરી ખાતેથી કુંવારિકાઓ દ્વારાસ્વાગત કરવામાં આવ્યા બાદ વંદે વિકાસ યાત્રાને લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાંઅલગ-અલગ યોજનાઓ જેમાં મા અમૃતમ કાર્ડ, ઉજ્જવલ યોજના હેઠળ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જે ગામો કેરોસિનમુક્ત ગામ બન્યું હોય, ત્યાંનાંસરપંચોનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ, તાલુકા સંગઠન પ્રમુખ, સરપંચો તેમજ મામલતદાર, ટીડીઓ,હેલ્થ ઓફિસરો સહિત અલગ-અલગ ગામના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા. આ યાત્રા કાર્યક્રમ અંતર્ગત સરકારનાં વિવિધ કામો અને યોજનાઓનો પ્રચાર કરવામાં આવ્યો હતો.વંદે ગુજરાત યાત્રા અંતર્ગત સમગ્ર સુરત જિલ્લાના તમામ તાલુકામાં અલગ-અલગ પ્રકારના કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત નાગરિકોને ભાજપ સરકારે ગુજરાતમાં કરેલાવિકાસ અંગેની માહિતી આપવામાં આવશે.