
ડાંગ – આહવા પાસે આવેલા શિવઘાટ પાસે ઍસટી બસïને અકસ્માત નડતા સાત જેટલાં મુસાફરોને નાની મોટી ઇજા પહોîચી છે. જા કે મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માત બાદ આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે આહવાની સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી સવારે નવ વાગ્યે ઉપડતી આહવા-અમદાવાદ ઍસ.ટી.બસને આહવા નજીક શિવઘાટમાં અકસ્માત નડ્યો છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાથી મળેલી વિગતો અનુસાર, આહવા ડેપોની આહવા-અમદાવાદ ઍસ.ટી. બસ આહવા બસ સ્ટેન્ડથી ૯.૩૦ કલાકે ઉપડી હતી. જેને આહવાથી માત્ર ત્રણ જ કિલોમીટરે શિવઘાટમાં અકસ્માત નડ્યો હતો. આ બસ શિવઘાટના વળાંકમા પલટી મારી જતા, આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થવા પામ્યો હતો. સદનસીબે આ બસ ૧૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા બચી જવા પામી હતી. બસના ૭ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચવા સિવાય કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી. ડાંગ કલેકટર ધર્મેન્દ્રસિંહજી જાડેજાને ઘટનાની જાણ થતા તાબડતોબ ડિઝાસ્ટર મામલતદાર અર્જુનસિહજી ચાવડા તથા તેમની ટીમને લઈ તેઓને ઘટના સ્થળે રવાના કર્યા હતા. જ્યાંથી સ્થાનિક પોલીસ , પ્રશાસન , અને પ્રજાજનોની મદદથી ઇજાગ્રસ્ત મુસાફરોને આહવાની સિવિલ હોસ્પિટલમા પહોંચાડી તેમને ત્વરિત સારવાર માટેના નિર્દેશ આપ્યા હતા. કલેક્ટરે પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ઇજાગ્રસ્તોની જાત મુલાકાત લીધી હતી. પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાઍ આહવા ઘાટ માર્ગ અવરોધતા , વઘઇથી આહવા વચ્ચેનો વાહન વ્યવહાર ચિકટિયાથી જામલાપાડા માર્ગ પર ડાયવર્ટ કરી , અસરગ્રસ્ત માર્ગ બહાલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત ગ્રસ્ત બસના ડ્રાયવર શક્તિસિંહ જાડેજા , તથા કન્ડક્ટર ગણપતભાઈ ફરજ પર હોવાની વિગતો પ્રા થઈ છે.