
કતારગામ નવી જીઆઇડીસીમાં ઍમ્બ્રોડરીનું કારખાનું ધરાવતા વેપારી પાસે જાબવર્ક કરાવીને તેના રૂ.૬૯.૫૩ લાખથી વધુની ચુકવણી નહીં કરનાર કોસાડ આવાસ ખાતે રહેતા દંપતિ સામે કતારગામ પોલીસ મથકે ફરીયાદ નોધાવા પામી છે.
અમરોલી સાયણ રોડના સૃષ્ટી રો હાઉસ વિભાગ – ૨ ખાતે રહેતા ઘનશ્યામભાઇ નાગજીભાઇ વડછક કતારગામ નવી જીઆઇડીસીના પ્લોટ નં – ૪૫૭ પર ઍમ્બ્રોડરીનું કારખાનું ધરાવે છે. તેમની પાસે જાન્યુઆરીથી મે મહિનાના સમયગાળા દરમ્યાન અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા ભિમ મીસરીલાલ યાદવ અને તેની પત્ની સુષ્માઍ શહેરના અન્ય વેપારીઓ પાસેથી માલ લાવીને ઍમ્બ્રોડરીનું જાબવર્ક કરાવવાનું શરૂ કર્યુ હતુ. શરૂઆતમાં નિયત સમયમાં પેમેન્ટ ચુકવ્યા બાદ આ દંપતિઍ કારખાનેદાર ઘનશ્યામભાઇનો વિશ્વાસ કેળવીને બાદમાં જાબવર્ક કરાવ્યાના બાકી પેમેન્ટ રૂ.૬૯.૫૩ લાખ નહીં ચુકવીને રાતોરાત ઘર ખાલી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે ઘનશ્યામભાઇઍ કતારગામ પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતા પોલીસે ભીમ યાદવ અને તેની પત્ની સુષ્મા યાદવ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.