
ભટારની સી.ઍમ.ઍસ. ઇન્ફો સિસ્ટમ લિમીટેડ કંપની દ્વારા પાંડેસરા – સચીનï વિસ્તારમાં આવેલી બેîકોના ઍટીઍમમાં પૈસા લોડ કરવા માટે ચાર કર્મચારીઓને મોકલ્યા હતા. પરંતુ આ ચારેય જણાંઍ ઍકબીજાની મદદગારીથી રૂ.૧૫ લાખની ઉચાપત કરી હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોધાઇ છે.
આણંદ જીલ્લાના પેટલાદ તાલુકાના આશી ગામના વતની અને હાલ મગદલ્લા ગામ ગુરખા કોલોનીમાં રહેતા યોગેશકુમાર ચંદુભાઇ પટેલ ભટાર ચાર રસ્તા ખાતે આવેલી ઇશ્વર સોસાયટીમાં સી.ઍમ.ઍસ. ઇન્ફો સિસ્ટમ કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવે છે. યોગેશકુમાર ઍમ.આઇ.ઍસ. અને રીકન્સીલેશનનું કામ કરે છે. સી.ઍમ.ઍસ. કંપની શહેરમાં આવેલી તમામ બેકના ઍટીઍમ સેન્ટરોમાં પૈસા લોડ કરવાની કામગીરી કરે છે. તા.૧૫મી નવેમ્બરના રોજ ઓફીસ પરથી જીજે – ૧૯ – વાય – ૩૧૬૮ નંબરની ગાડીમાં રૂ.૨.૧૪ કરોડની રકમ મુકવામાં આવી હતી. જેમાં યુપી પ્રતાપગઢ જીલ્લાના વતની અને હાલ આભવા ગામના લાઇ ફળિયામાં રહેતો ડ્રાઇવર મનોજસીંગ રામબિલખ સીંગની સાથે કંપનીમાં કસ્ટોડીયન તરીકે કામ કરતા મહારાષ્ટ્ર જલગાંવ જીલ્લાના વતની અને હાલ લિંબાયત આકાર રેસીડેન્સીમાં રહેતો હિરામણ ચુડામણ પાટીલ , પાંડેસરા રાધેશ્યામ નગરમાં રહેતો આશુતોષ શ્રીરામ તિવારી અને ગભેણી ગામ ટેકરા ફળિયામાં રહેતો પવિત્ર જયેશ ખલાસી નામના કર્મચારીઓ પૈસા લઇને પાંડેસરા મિલન પોઇન્ટ અન સચીન વિસ્તારમાં આવેલી વિવિધ બેકોમાં પૈસા લોડ કરવા માટે નિકળ્યા હતા. આ ચારેય જણાંઍ અલગ અલગ બેકોમાં પૈસા લોડ કરવાની કામગીરી સાંજ સુધી કરી હતી. ત્યારબાદ સચીન હાઉસીંગ પાસે આવેલી બેક ઓફ બરોડામાં રૂ.૬૪ લાખ લોડ કરવાના હતા. પરંતુ વેનમાં રૂ.૪૯ લાખ જ હતા. બાકીના રૂ.૧૫ લાખ ઓછા હતા. જેથી ઓફીસ વોલ્ટમાં અને કસ્ટોડીયનના માણસોઍ ફરીથી તમામ રૂટ પર આવેલા ઍટીઍમોની ચકાસણી કરી હતી. પરંતુ કોઇપણ ઍટીઍમ સેન્ટરમાં વધારે પૈસા લોડ થયા ન હતા. ત્યારબાદ કંપનીના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. પરંતુ વેનમાં રૂ.૨.૧૪ કરોડ મુકવામાં આવ્યા હતા. આમ પૈસા લોડ કર્યા બાદ વિવિધ ઍટીઍમ મશીનો પર પૈસા નાંખવાની કામગીરી દરમ્યાન રૂ.૧૫ લાખ ગાયબ થયા હોવાનું સામે આવ્યુ હતુ. મેનેજર યોગેશકુમાર પટેલે આ ચારેય જણાં સામે રૂ.૧૫ લાખની ઉચાપતની ફરીયાદ સચીન પોલીસ મથકમાં નોધાવી હતી. પોલીસે ગુનો નોધી ચારેય જણાંની પુછપરછ હાથ ધરી છે.