
ભાઠના રઝાનગર પાસેથી ઍસઓજીઍ બાતમીની આધારે મોબાઇલ સ્નેચીંગના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ભાગતા ઍક આરોપીને પકડી પાડી પાંજરે પુર્યો છે.
ઍસઓજીને બાતમી મળી હતી કે ખટોદરા પોલીસ મથકમાં નોધાયેલા મોબાઇલ સ્નેચીંગના ગુનામાં ત્રણ વર્ષથી નાસતો ભાગતો આરોપી ભાઠના રઝાનગર જમાલભાઇના દવાખાના પાસે આવવાનો છે.આ હકીકતના આધારે ઍસઓજીઍ વોચ ગોઠવી ભેસ્તાન આવાસમાં રહેતો સલમાન અશરફખાનને પકડી પાડયો હતો. પોલીસે તેની પુછપરછ કરતા ૨૦૧૯માં ભેસ્તાન આવાસમાં રહેતો પોતાના મિત્ર સૈયદ અલાઉદીન રૂબાબઅલી સાથે બાઇક ઉપર બેસી ખટોદરા વિસ્તારમાં મોબાઇલ ફોનની ચીલઝડપ કરવા માટે નિકળ્યા હતા.તે દરમ્યાન પાંડેસરા પિયુષ પોઇન્ટથી સોસિયો સર્કલવાળા રોડ પરથી પસાર થતા ઍક બાઇક ચાલકને નિશાન બનાવી તેના શર્ટ ખિસ્સામાંથી મોબાઇલ ફોન આંચકી લઇ ભાગી ગયા હતા. ત્યારબાદ પોતાનો મિત્ર મોબાઇલ સાથે ખટોદરા પોલીસના હાથે પકડાય ગયો હતો. પોતે પોલીસથી બચવા માટે ઘર બદલી બીજે રહેવા ગયા હોવાની કબુલાત કરી હતી. આમ ઍસઓજીઍ ખટોદરા પોલીસનો મોબાઇલ સ્નેચીંગનો ગુનો શોધી કાઢી આગળની તપાસ ખટોદરા પોલીસને સોપી છે.