અલથાણ ભીમરાડગામથી સચીન-મગદલ્લા હાઇવે તરફ જતા રોડ પરથી સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દારૂ ભરેલી કાર સાથે બે ખેપિયાઓને ઝડપી પાડી પાંજરે પુર્યા છે. ડીસીબીઍ દારૂનો જથ્થો,કાર અને મોબાઇલ મળી કુલ રૂ.૬.૭૨ લાખની મતા કબજે કરી પાંચ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અલથાણ ભીમરાડગામથી સચીન-મગદલ્લા હાઇવે તરફ જતા રોડ પરથી દારૂ ભરેલી કાર સાથે બેï ખેપિયા પસાર થવાના છે. આ હકીકતના આધારે ડીસીબીઍ વોચ ગોઠવી દારૂ ભરેલી કાર આવતા તેને આંતરી લીધી હતી. ત્યારબાદ કારમાં બેસેલા બે ને પુછપરછ કરતા નાની દમણ રીંગણવાડા ફળિયામાં રહેતો સોહિલ ઉફ્ેર્ પપ્પુ મહેશ કાંબલી અને વલસાડ પારડી તાલુકાના ઉદવાડાના ખડલીભંડારવાડમાં રહેતો માલવ ઉર્ફે જાન્ટી અમુત પટેલ હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારબાદ ડીસીબીઍ કારની તલાસી લેતા અંદરથી રૂ.૧.૫૨ લાખની ૭૪૪ નંગ દારૂની બોટલો મળી આવી હતી. ડીસીબીઍ બંને જણાની અટક કરી વધુ પુછતા વલસાડ પારડી તાલુકાના કલશરગામમા રહેતો જીગ્નેશ પટેલે દારૂનો માલ મોકલ્યો હતો. આ દારૂનો જથ્થો પાંડેસરા ડેરી ફળિયામા રહેતો અરૂણ રમણ પટેલ,અલથાણ ભીમરાડગામમા રહેતા રોહિત વજેસિંહ સોલંકી,હેમંત કાન્તી પટેલ અને રાજેશ કાન્તી પટેલને ડીલીવરી આપવાની હોવાની કબુલાત કરી હતી . આમ ડીસીબીઍ દારૂનો જથ્થો,કાર અને મોબાઇલ મળી કુલ રૂ.૬.૭૨ લાખની મતા કબજે કરી પાંચ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.