કામરેજ ચાર રસ્તા પરથી ઍક શ્રમજીવી પોતાના બાઈક ઉપર પસાર થઈ રહયો હતો. તïે દરમિયાન અચાનક ઍક પતંગનો માંજો આવી જતા વાહન ચાલકના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વાહન ચાલકના ગળા પરથી માંજો ફરી જતા બાઈક પરથી નીચે ફટકાયો હતો. યુવકનું ગળું ભયંકર રીતે કપાયું હતું. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પતંગનો માંજો કેટલો હાનિકારક છે તે આ ઘટના પરથી સમજી શકાય છે.
કામરેજ નવાïગામïમા રહેતા ૫૨ વર્ષિય બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ કામરેજ લુમ્સના કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.નિયમિત રીતે લુમ્સના કારખાનામાંથી તેઓ સાંજના સમયે પરત ઘરે આવતા હતા. ત્યારે કામરેજ ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે અચાનક તેઓ કંઈ સમજે તે પહેલા જ તેમના ગળા ઉપરથી પતંગનો દોરો પસાર થયો હતો. જેને કારણે ગળાની નસો કપાઈ જતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેમને સારવાર મળે તે પહેલા બળવંતના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. આ મોતના સમાચાર પરિવારને જાણ થતા તેમના ઉપર આભ ફાટી ગયુ હતુ. તેઓ કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાત દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોîધી તેમના મૃતદેહને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.