
ગુજરાત આંગણવાડી મહિલા વર્કર સંગઠનના નેજા હેઠળ સુરત આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા સુરતના અઠવાલાઇન્સ મુકામેથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત આંગણવાડી મહિલા સંગઠનના પ્રવક્તા સીમાબેન શ્રીમાલીએ કહયું કે, છેલ્લા ઘણા સમયથી આંગણવાડીની મહિલા કર્મચારીઓ અને આશા વર્કર બહેનોના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી.એટલું જ નહીં પરંતુ પગાર પણ યોગ્ય સમયે થતો નથી.જ્યાં વેતનમાં વધારો થાય અને યોગ્ય સમયે પગાર થાય તેવી માંગણી છે.કર્મચારીઓને બે બે મહિના સુધી પગાર ચૂકવવામાં વિલંબ કરવામાં આવે છે

અગાઉ પણ અલગ અલગ કાર્યક્રમો અને કામગીરી આંગણવાડીની મહિલાઓ અને કર્મચારીઓ પાસ કરાવવામાં આવી હતી ,જેની પણ ચુકવણી કરવામાં આવે તેવી માંગ છે. જે કામગીરી કરવામાં આવી છે તેનું વેતન પણ છેલ્લા એક વર્ષથી આપવામાં આવ્યું નથી.જેથી મહિલા કર્મચારીઓના વેતનમાં વધારો થાય તે જરૂરી છે. સુરત જિલ્લામાં 400 જેટલા કેન્દ્રની અંદર 400 વર્કર બહેનો, 400 હેલ્પર બહેનો અને જેની સાથે આશા વર્કર બહેનોનો પણ સમાવેશ થાય છે. જો આગામી દિવસોમાં પ્રશનોનું નિરાકરણ નહીં આવે તો આંગણવાડી બહેનો દ્વારા કામથી અળગા રહી આંગણવાડીઓ બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવશે.