Skip to content
October 15, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2022
  • June
  • 21
  • ઍકનાથ શિંદે શિવસેનાના ધારાસભ્યો સાથે સુરત આવી જતાં હોટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
  • City
  • Gujarat
  • Uncategorized
  • ગુજરાત

ઍકનાથ શિંદે શિવસેનાના ધારાસભ્યો સાથે સુરત આવી જતાં હોટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Surat Channel June 21, 2022

મહારાષ્ટ્રની રાજનીતિમાં ખજૂરાહોકાંડ સર્જાયું છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકો થયો છે. શિવસેનાથી નારાજ થઈ ઍકનાથ શિંદે સહિત ૩૦થી વધુ ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા. જેમાં ઍનસીપીના ઍક ધારાસભ્ય પણ સામેલ છે. તેઓ સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સોમવાર સાંજે જ યોગ દિવસના પોતાના તમામ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા હતા. નારાજ ધારાસભ્યોને લઈને શિવસેનામાં સ્થિતિ વણસતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેઍ બપોરે ૧૨ વાગ્યે ઈમર્જન્સી બેઠક બોલાવી છે.મહારાષ્ટ્રની સરકાર સામે સંખ્યાબળ ભેગું કરવા ભાજપ દ્વારા ક્વાયત હાથ ધરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્નાં છે. ત્યારે મહારાષ્ટ્રના શિવસેનાના ધારાસભ્યોને સુરતની લા મેરિડિયન હોટલમાં રોખાવા માટે ૨૫થી વધુ રૂમ બૂક અગાઉથી કરાવવામાં આવ્યાં હતાં. સી.આર.પાટીલ સુરતમાં ગઇકાલે મોડી રાત્રે ધારાસભ્યોને મળીને વહેલી સવારે ગાંધીનગર જવા રવાના થયા હોવાનું સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્નાં છે.

મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્ના છે. અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા હોવાની ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સુરતની ડુમ્મસની લા મેરિડિયન હોટલ ખાતે ૩૦ થી વધારે નારાજ શિવસેનાના ધારાસભ્ય ઍકનાથ શિંદેની આગેવાનીમાં સુરત આવી પહોંચ્યા છે. રાજકીય રીતે કોઈ મોટી ઊથલપાથલ થવાનાં ઍંધાણ વર્તાઇ રહ્નાં છે.બપોર બાદ ઍકનાથ શિંદે મીડિયાને સંબોધન કરે તેવી શક્યતા છે.મહત્ત્વની બાબત ઍ છે કે આજે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા વિશ્વ યોગ દિવસના તમામ કાર્યક્રમોમાં જોવાનું રદ કરી દીધું હોવાનું ગઈકાલે રાત્રે જ જાણવા મળ્યું હતું. વિશ્વ યોગ દિવસના સી.આર.પાટીલના તમામ કાર્યક્રમ રદ કરવા પાછળ શિવસેના નારાજ ધારાસભ્ય સાથેની મુલાકાત પણ હોય શકે છે. સી.આર.પાટીલ પોતે મરાઠી છે. તેઓ મુંબઈના શિવસેનાના ધારાસભ્યો સાથે ખૂબ સારી રીતે સંપર્કમાં છે. દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા આ ગુ રાહે નારાજ શિવસેનાના ધારાસભ્યોને પોતાના તરફેણમાં લાવવા માટેનો પ્રયાસ શરૂ કરાયો હોય ઍ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. શિવસેનાના ધારાસભ્ય હાલ તેમના જ પક્ષના નેતાઓથી નારાજ હોય ઍવી ચર્ચા વહેતી થઈ છે.શિવસેના નારાજ ધારાસભ્યોને ભાજપ તરફેણમાં લાવવા માટે દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હોવાનું સામે આવી રહ્નાં છે. મુંબઈના તમામ શિવસેનાના ધારાસભ્ય અને સુરતમાં રોકાણ કરવામાં આવ્યું હતું. આજે તેઓ ભાજપ સાથે મળીને કોઈ મોટી જાહેરાત કરી શકે ઍવી પણ શક્યતા નકારી શકાય ઍમ નથી. મોટી રાજકીય હિલચાલને કારણે સી.આર.પાટીલ દ્વારા ગઈકાલે જ વિશ્વ યોગા દિવસના કાર્યક્રમમાં જવાનું રદ કર્યાનો મેસેજ મીડિયામાં આપી દેવાયો હતો. આ રાજકીય ઊથલપાથલને કારણે તેઓ અહીં વ્યસ્ત હોવાને કારણે યોગ દિવસમાં હાજરી આપી ન શક્યા હોય ઍવું પ્રબળપણે શક્યતા છે. હવે આ નારાજ ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટી કયા પ્રકારની ગોઠવણ કરે છે ઍના પર સૌકોઈની નજર છે. જો આ નારાજ ધારાસભ્ય શિવસેનાના ભારતીય જનતા પાર્ટી સાથે આવવા તૈયાર થાય તો મહારાષ્ટ્ર અને રાજનીતિમાં ભૂકંપ આવી શકે છે.શિવસેનામાં સતત થઈ રહેલી ઉપેક્ષાથી કદાવર મંત્રી ઍકનાથ શિંદે નારાજ છે. તેઓ ગઈકાલ સાંજથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો ફોન પણ ઉઠાવતા નથી.જ્યારે ૨૦૧૯ની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું ત્યારે શિવસેનાઍ શિંદેને ધારાસભ્ય દળના નેતા બનાવાયા હતા. તેઓ બાળ ઠાકરે સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે. થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં રાજ્યસભા અને વિધાનપરિષદની ચૂંટણીમાં શિવસેનાઍ તેમને સાઈડલાઈન કર્યા હતા. ત્યાર પછી તેઓ નારાજ છે.રાજકીય ઉથલપાથલના પગલે ઍનસીપી મહારાષ્ટ્રના અધ્યક્ષ જયંત પાટિલે ઉદ્ધવ ઠાકરે સાથે માતોશ્રીમાં મુલાકાત કરી હતી. શિવસેનાના સાંસદ સંજય રાઉતે દિલ્હી પ્રવાસ રદ્દ કર્યો છે. તેઓ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે શરદ પવારના નિવાસ સ્થાને યોજાનાર બેઠકમાં ભાગ લેવા જવાના હતા.મહારાષ્ટ્રમાં જો ૧૩ ધારાસભ્યો બળવો કરશે તો સરકાર પડી જશે. વાસ્તવમાં રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેને ૧૫૩ ધારાસભ્યોનું સમર્થન મળ્યુ છે. સરકાર બનાવવા માટે ૧૪૪ ધારાસભ્યો જોઈઍ.કારણ કે હાલમાં ઍક બેઠક ખાલી છે. જો શિવસેનામાં ભાગલા પડશે તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ પક્ષ બદલી શકે છે.

Tags: surat surat channel suratnews

Post navigation

Previous સી.આર પાટીલ અને ફડણવીસની જોડીઍ જ આ ઓપરેશન પાર પાડ્યું !
Next શિવસેનાના વધુ ૪ નારાજ ધારાસભ્યો સુરત પહોંચ્યા…૩ વિશેષ વિમાનમાંથી ગુવાહાટી પહોંચ્યા..ઍક હજુ હોટેલમાં

Similar Stories

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:
  • ગુજરાત

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:

October 8, 2025
વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા
  • ગુજરાત

વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા

October 8, 2025
ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન
  • ગુજરાત

ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન

October 2, 2025

Recent Posts

  • કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:
  • વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા
  • સોલેક્સ એનર્જી લિમિટેડ – એનએસઇ મેઈન બોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વાગાવ્યું
  • ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન
  • મુનિશ ફોર્જ લિમિટેડનું IPO: રોકાણકારો માટે સુરતમાં ઇન્વેસ્ટર્સ મીટ યોજાઈ

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:
  • ગુજરાત

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:

October 8, 2025
વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા
  • ગુજરાત

વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા

October 8, 2025
સોલેક્સ એનર્જી લિમિટેડ – એનએસઇ મેઈન બોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વાગાવ્યું
  • બિઝનેસસ

સોલેક્સ એનર્જી લિમિટેડ – એનએસઇ મેઈન બોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વાગાવ્યું

October 8, 2025
ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન
  • ગુજરાત

ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન

October 2, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.