
સુરત જિલ્લાના બારડોલી નગરના ગાંધી રોડ પર રહેતી ઍક વિધવાને તેના સ્વર્ગસ્થ પતિના કહેવાતા મિત્ર ૭૦ વર્ષીય વૃદ્ધે શારીરિક છેડછાડ કર્યાની ફરિયાદ બારડોલી પોલીસ મથકે નોધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. બારડોલીના ગાંધી રોડ પર રહેતી મહિલાના પતિનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું.
જાકે, વિધવા મહિલા પોતાના ઘરમાં ઍકલી હતી, તે વખતે પતિના મિત્ર અને બારડોલીમાં શ્રીદત્ત સીટ કવર નામની દુકાન ચલાવતા કીર્તિભાઈ હરિદાસ ખત્રીઍ ઘરમાં ઍકલતાનો લાભ લઈ વિધવા મહિલાના શરીરના ભાગો સાથે છેડછાડ કરી અઘટિત માંગણી કરી હતી. આ બનાવ અંગે બારડોલી પોલીસે ગુનો દાખલ કરી આરોપી કીર્તિ ખત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.