
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર થઈ ગયા છે. ભાજપ , કોંગ્રેસ અને આપના મોટાભાગના ઉમેદવારોઍ ફોર્મ પણ ભરી દીધા છે. જેથી હવે મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો પાસે રાત ઓછીને વેશ જાજા જેવો ઘાટ સર્જાયો છે. મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો દ્વારા હાલ પ્રચાર અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે. નેતાઓ દ્વારા રેલીઓ, સભાઓ અને ડોર ટુ ડોર પ્રચારને તેજ બનાવી દેવામાં આવ્યું છે.
વરાછા રોડ બેઠકના ઉમેદવાર કુમાર કાનાણી દ્વારા આજથી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. કુમાર કાનાણી ભાજપના કાર્યકરોને સાથે રાખીને વરાછા વિધાનસભામાં આવેલા સીમાડા નાકા અને પ્રાણી સંગ્રહાલય વિસ્તારોમાં જઈને મતદારોને સરકારની યોજનાઓ તથા પોતે જે કામ કરવાના છે. તે અંગે માહિતી આપી રહ્નાં છે. સુરત શહેરના મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલની કામગીરી પાંચ વર્ષ દરમિયાન ઍવી કોઈ વધુ ચર્ચામાં રહી ન હતી. પરંતુ ઍમને લઈને કોઈ મોટા વિવાદ પણ સામે આવ્યા ન હતા. કોરોનાકાળ દરમિયાન તેમણે પોતાના મત વિસ્તારના લોકોને વધુ મદદરૂપ થયા હતા. હર્ષ સંઘવીને શહેરમાં હર્ષ સંઘવીને બાદ કરતા માત્ર ઝંખના પટેલે પોતાના મતવિસ્તારના મજૂર વર્ગને ખાવાનું પહોંચી રહે તેના માટે સારી વ્યવસ્થા ઉભી કરી હતી. આ વિસ્તારના આજે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો હતા. તેમની સાથે સંકલન ચાલુ કરીને રસોડા પણ શરૂ કર્યા હતા.તેમ છતાં ચોર્યાસીમાંથી ઝંખનાને કાપીને સંદીપ દેસાઈને ટિકિટ અપાઈ છે. સુરત શહેર અને જિલ્લામાં વિધાનસભાની ૧૬ બેઠકોમાંથી ઉમેદવારી ભરવા માટે માત્ર બે દિવસ બાકી રહ્ના છે. ત્યારે ગુરૂવારે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો માટે સંખ્યામાં કાર્યકરો સાથે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે આરઓની કચેરીઍ પહોંચી ગયા હતા. મોટા સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારોઍ ઉમેદવારી નોંધાવી હતી. સાંજ સુધી મળતી માહિતી મુજબ વિધાનસભાની ૧૬ બેઠકોમાં કુલ ૨૩ જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપના સાત ઉમેદવારો, કોંગ્રેસના ૬ અને આપના ૬ ઉમેદવારોઍ પોતાની ઉમેદવારી નોંધાવી હતા.