
સુરત જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સુપેરે પાર પડે તેના માટેની કામગીરી કરવામાં આવી રહી છે. કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ લોકો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી શકે તેના માટે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે.
સુરત શહેર અને જિલ્લામાં કુલ ૫૨૬ જેટલા લોકેશનો નક્કી કરવામાં આવ્યા છે જેને સંવેદનશીલ માની શકાય તેમ છે. ઉધના વિધાનસભા બેઠકને સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે. મતદાન મથકો પૈકી ૨૬૩૨ મતદાન બેઠકો ઉપર લાઈવ પ્રક્રિયા જોઈ શકાય તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે. દરેક વિધાનસભા દીઠ સાત મહિલાઓ માટેના બુથ હશે. જેમાં સમગ્ર સ્ટાફ મહિલાઓને રાખવામાં આવશે. વિધાનસભા દીઠ ઍક દિવ્યાંગો માટેનું બુથ ઊભું કરવામાં આવશે.