
લિંબાયત હનુમાન મંદિર પાસે રહેતા સિરાજભાઈ શેખ માર્કેટ વિસ્તારમાંથી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે તેમની ઍક વર્ષની પુત્રી ફાતિમા ઘરમાં રમી રહી હતી. તે વખતે તેની માતા ઘરકામ કરી રહી હતી. તે વખતે ફાતિમા બાથરૂમમાં રમતા રમતા પાણી ભરેલા ટબમાં પડી જતાં માતા દોડી આવ્યા હતી અને તાત્કાલ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જતાં તબીબોઍ તેણીને મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટી ગયું હતું.