
નાણાકીય વર્ષ પુરુ થવા આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત પાલિકાઍ વેરા વસુલાતની કામગીરી વધુ આક્રમક બનાવી દીધી છે. આજે સવારે પાલિકાના રાંદેર ઝોને અડાજણની હોટલ ગોલ્ડન સ્ટાર-કન્ટ્રી ક્લબ સીલ કરી જીની નોટીસ લગાવી છે.અન્ય બાકી વેરા વાળી મિલકત સીલ કરવાની કામગીરી માટે કવાયત શરૂ કરી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા આકારણીની કામગીરી વધારવામાં આવી રહી છે અને સાથો સાથ વેરા જે ભરી નથી રહ્ના તેવા હોટલ, દુકાન અને ક્લબની સામે પણ કાર્યવાહી શરૂ કરાય છે. નાણાકીય વર્ષ પુરુ થવા આડે ગણતરીના દિવસો બાકી છે. આજે સવારે અડાજણ વિસ્તારમાં આવેલી કલબ આર્ચીઝ બાકી વેરા માટે પાલિકાની ટીમ ગઈ હતી. આ સંસ્થાનો ૨૫.૪૯ લાખનો વેરો બાકી હતો તે સ્થળ પર ભરવા નો ઇન્કાર કરતાં પાલિકાના આકારણી અને વેરા વસુલાત ની ટીમ કલબને સીલ કરી દીધી હતી. આ ઉપરાંત કલબના દરવાજા પર પાલિકાઍ આ ઈમારત
જી હેઠળ છે તેવી સૂચના સાથેના બોર્ડ પણ લગાવી દીધા છે. આગામી દિવસોમાં આવી મિલકત શોધીને તેની પાસે વેરા વસુલાત ની કામગીરી આક્રમક બનાવાવમાં આવશે તેવી વાત પાલિકા તંત્ર કરી રહયુ છે.મનપા દ્વારા સીલ મારવાની કામગીરી શરૂ કરાવતા જેમણે વેરો નથી ભર્યો તેમનામાં હવે ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવશે