
દમણïમાં રશીયા અને સાયબેરીયાના સીગલ નામના વિદેશી પક્ષીઓનું આગમન થતાં નદી કિનારાના બ્રિજ પર પક્ષીઓનો નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ.
કોરોનાકાળમાં ટુરીઝમ પોઇન્ટ ગણાતા એવાં દમણમાં સહેલાણીઓï ઓછા પ્રમાણમાં આવી રહ્ના છે ત્યારે છેલ્લાં બે વર્ષથી રશીયા અને સાયબેરીયાના યાવર પક્ષીïઓ દમણમાં આવી રહ્ના છે. દમણïગંગા નદી પરના બ્રિજ પર પક્ષીઓના ઝુંડનું પશુ પ્રેમીઓ દ્વારા સ્વાગત કરી તેઓના માટે મમરા અને ગાંઠીયાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શિયાળાïમાં રશિયા અને સાયબેરીયામાં પાણી બરફ બની થ્રીજી જાય છે ત્યારે આ વિદેશી પક્ષીઓ જીવન ટકાવવા માટે અને ખોરાકની શોધમાં હજારો માઇલ ઉડીને ભારત પહોîચે છે.ï