
ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવ કેસમાં પણ વધારો થઈ રહ્ના છે. ગત રોજ શહેરમાં ૧૩૫૦ અને જિલ્લામાં ૧૦૨ કેસ સાથે નવા ૧૪૫૨ કેસ નોંધાયા હતા. શનિવારે બપોર સુધી સુરત અને જીલ્લામાં કુલ ૩૫૦ કેસો નોîધાયા છે. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં ૫ હજારને પાર કરી ૫૦૪૧ પર પહોંચી ગઈ છે. છેલ્લા સાત દિવસમાં સિટીનો અઠવા ઝોન કોરોના એપી સેન્ટર બન્યું હોવાનું સામે આવ્યું છે. ૪૦ ટકા કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્ના છે. આ સાથે રાંદેર અને વરાછા-એ ઝોનમાં પણ કેસનો વધારો થઈ રહ્ના છે. જેથી પાલિકાએ ઝોન પ્રમાણે વોર રૂમમાંથી દર્દીઓ પર નજર રાખવાનું કામ શરૂ કર્યુ છે. બીજી લહેરમાં દૈનિક ૨,૩૨૧ કેસનો રેકોર્ડ ત્રણ દિવસમાં તુટી જશે તેવી સંભાવના જણાઇ રહી છે.
સુરત શહેર અને જીલ્લામાં રોકેટ ગતિએ કોરોનાના કેસો વધી રહ્ના છે. છેલ્લાં સાત દિવસમાં કોરોનાએ હાહાકાર મચાવતા લોકોમાં ડરનો માહોલ જાવા મળી રહ્ના છે. શુક્રવારે સુરત શહેર અને જીલ્લામાં ૧,૪૫૨ કેસો નોધાયા હતા. શનિવારે સુરત શહેરમાં ૩૦૯ અને જીલ્લામાં ૪૧ કેસ મળી કુલ ૩૫૦ કેસો સામે આવ્યા છે. આમ શહેર – જીલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧,૪૯,૯૪૪ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૯ થયો છે. અત્યાર સુધીમાં શહેર – જીલ્લામાં ૧,૪૨,૪૩૩ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જીલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૫૦૪૧ નોંધાઈ છે. જેથી સુરત મહાનગર પાલિકા દ્વારા ઝોન પ્રમાણે વોર રૂમમાંથી દર્દીઓ પર નજર રાખવાનું શરૂ કર્યુ છે. બીજી લહેર એટલે ૨૪મી એપ્રિલ ૨૦૨૧ના દિવસે સૌથી વધુ ૨,૩૨૧ કેસ નોધાયા હતા. પરંતુ આગામી ત્રણ દિવસમાં સુરત શહેરમાં આજ ગતિએ કેસો વધશે તો બીજી લહેરનો રેકોર્ડ ત્રણ દિવસમાં તુટે તેવી સંભાવના દેખાઇ રહી છે. આ ઉપરાંત જા સુરïતની જનતા કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવામાં બેદરકારી દાખવશે તો કદાચ આગામી દિવસોમાં વિકે એન્ડ લોકડાઉનની સંભાવના પણ દેખાઇ રહી છે. જે રીતે કેસો વધી રહ્ના છે તે ખુબ જ ચિંતાનો વિષય છે. હાલ તમામ સુરતીઓએ વહેલી તકે રસીકરણ કરાવી લે તેવી અપીલ પણ વારંવાર તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.