
વલસાડ જીલ્લા કોગ્રેસ સમિતી દ્વારા કોરોનાના મૃતકોને રૂ.૪ લાખની સહાય મળી રહે તે માટે એક રેલીનું આયોજન કરી મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યુ હતુ.
વલસાડ ખાતે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કોગ્રેસના કાર્યકર્તાઓએ જાડાઇને ભાજપ વિરોધી સુત્રોચ્ચારો કરીને કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને ન્યાય મળે અને તેઓને રૂ.૪ લાખની સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરતું એક આવેદનપત્ર મામલતદારને સુપરત કરવામાં આવ્યુ હતુ.