
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના છેવાડાïના વિસ્તારમાં આવેલ દુધની જળાશય સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.
પર્યટક સ્થળ તરીકેï જાણીતા દુધની ખાતે ૧૦૦થી વધુ હોડીઓને રંગબેરંગી કાપïડ અને ફુલોથી સજાવવામાં આવતા દુધનીની સુંદરતામાં વધારો થયો છે. જેના કારણે દુધની જળાશયનું સૌîદર્ય સોળે કળાંએ ખીલી ઉઠ્યુ છે. દમણગંગા નદી પર આવેલા દુધની જળાશય ખાતે દુર દુરથી સહેલાણીઓ પ્રકૃતિનો આનંદ માણવા માટે પરિવારો સાથે આવીને નિરવ શાંતિ તેમજ કુદરતી વાતાવરણની મજા માણી રહ્ના છે.