સુરતના જાણીતા ચોટા બજારમાં એન આર ગ્રુપનાબ્યુટી પ્રોડક્ટ ,જ્વેલરી, મેકઅપ તથા લેડીઝ ફૂટવેરનો વેપાર કરતા એન આર ગ્રુપના મેમણ બંધુઓની દુકાન અને ઓફિસ મળી ૯ સ્થળે જીએસટીના અધિકારીઓએ દરોડા પાડીને સાડા નવ કરોડ રૂપિયાની જીએસટી ચોરી શોધી કાઢી છે. મેમણ બંધુઓ બિલ વગર જ વેચાણ કરીને તેમજ ખોટા બિલો જનરેટ કરીને મોટા પ્રમાણમાં જીએસટી ચોરી કરતા હતા પ્રાથમિક તપાસમાં સાડા નવ કરોડ રૂપિયાની જીએસટી ચોરીની વિગતો અધિકારીઓને મળી છે તપાસ દરમિયાન જીએસટી ચોરીનો આંકડો વધે તેવી સંભાવના અધિકારીઓ જોઈ રહ્યા છે.
દેશ માં જીએસટીનો અમલ શરૂ થયો ત્યારથી ગુજરાતમાં બોગસ બિલ જનરેટ કરવાનો નવો વ્યવસાય શરૂ થઈ ગયું હોય તેવો ઘાટ થયો છે હાલ માત્ર ગુજરાતમાં જ 25 હજાર કરોડથી વધારેના બોગસ બિલિંગ કૌભાંડોની તપાસ ચાલી રહી છે ત્યારે જ જીએસટીના અધિકારીઓને માહિતી મળી હતી કે સુરતના એન આર ગ્રુપ દ્વારા પણ મોટા પ્રમાણમાં જીએસટી ચોરી કરવામાં આવી રહી છે.
જેમાં ઈમીટેશન જ્વેલરી પર 18 ટકા, બ્યુટી પ્રોડક્ટ પર 18 ટકા લેડીઝ પર્સ પર 12% તથા પગરખા પર 12% જી.એસ.ટી છે. જે રીતે એન આર ગ્રુપની જુદી-જુદી પેઢીઓ પરથી વેચાણ થતું હતું તેની સરખામણીમાં તેઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં જીએસટી ભરતા હતા જેને કારણે તેમની ખરીદ -વેચાણની વિગતો ઉપર જીએસટી ના અધિકારીઓ દ્વારા વોચ રાખવામાં આવતી હતી.અને પૂરતી ખરાઈ કાર્ય બાદ જીએસટીના અધિકારીઓ એન આર ગ્રુપની ઓફીસ તથા રહેઠાણ મળી ૯ સ્થળે દરોડા પાડીને તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસમાં ખરીદ-વેચાણના હિસાબોની કાચી ડાયરીઓ તેમજ મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા મળી આવ્યા હતા. જેના આધારે મેમણ બંધુઓ દ્વારા સાડા નવ કરોડ રૂપિયાની જીએસટી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.
સુરતના જીએસટી અધિકારીઓ દ્વારા સ્થાનિક કૌભાંડીઓને છાવરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે જેને પગલે જીએસટીના અધિકારીઓ દ્વારા જ્યારે સુરતમાં દરોડાની કામગીરી કરવામાં આવી ત્યારે સ્થાનિક અધિકારીઓને દૂર રાખવામાં આવ્યા હતા. આ અગાઉ પણ અમદાવાદથી જીએસટી ના અધિકારીઓ દ્વારા જ્યારે પણ સુરત કે દક્ષિણ ગુજરાતમાં કોઈ ઓપરેશન કરવામાં આવે ત્યારે સ્થાનિક અધિકારીઓને તેની ભનક પણ આવે નહિ તેની ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે.અને સુરત મા દરોડા દરમિયાન જીએસટીના સ્થાનિક અધિકારીઓને દૂર રાખી ને સફળ કામગીરી કરવામાં આવી હતી
કઈ કંપની માં દરોડા પાડ્યા અને કેટલી જીએસટી ચોરી સામે આવી
એન.આર.બ્યટુી વર્લ્ડ. મુન્નવર ઈસ્માઈલ મેમણ 7.49 કરોડ
એન.આર.જવેલર્સ રીઝવાન ઇસ્માઇલ મેમણ 1.30 કરોડ
એન.આર બેંગલ્સ સરફરાઝ ઇસ્માઇલ મેમણ 52 લાખ
એન.આર.ફીટ ઈન કાસીફ પટેલ 17 લાખ