ગુજરાત રાજ્યમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવા બાબતે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડ નામના યુવકની ગોળી મારી હત્યા કરવાની શાહી સુકાઇ નથી ત્યારે સુરતના અઠવાલાઇન્સ ની કે.પી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને facebook ઉપર ભગવાન શ્રી કૃષ્ણ સૌથી મોટા ભગવાન છે તેવી પોસ્ટ કરવા બાબતે એના સાથી વિધર્મી વિદ્યાર્થીઓએ બહારથી સાગરીતો બોલાવીને કોલેજના ગેટ ઉપર જ હુમલો કરવાના બનાવવી ચકચાર મચી જવા પામી છે
થોડા દિવસ પહેલા અમદાવાદના ધંધુકા માં રહેતા કિશન ભરવાડ નામના યુવકને facebook ઉપર ઇસ્લામ ધર્મ ટિપ્પણી કરવા બાબતે મુસ્લિમ યુવકો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી જેના વિરોધમાં સમગ્ર રાજ્યમાં હિન્દુ સંગઠનો દ્વારા તેમજ માલધારી સમાજ દ્વારા હત્યારાઓને ફાંસી આપવાની માંગણી સાથે વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે
તારીખ 4 ફેબ્રુઆરીના રોજ સવારે સુરતની અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ કે.પી કોમર્સ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સન્ની પાંડે એ ફેસબુક ઉપર શ્રી કૃષ્ણ ભગવાન સૌથી મોટા ભગવાન છે તેવી પોસ્ટ અપલોડ કરી હતી જેને લઇને કોલેજમાં જ અભ્યાસ કરતા એવા સોયબ નામના વિદ્યાર્થીએ એક દિવસ પહેલા કોન્ફરન્સ કોલ ટેલિફોનિક ધમકી આપતા ફેસબુક પર મુકેલી આ પોસ્ટ ડીલીટ કરી દેવામાં આવી હતી જોકે ત્યારબાદ પણ કોલેજનો વિદ્યાર્થી સોયબ તેના સાગરીતો સાથે કોલેજ પર આવીને સન્ની પાંડે અને તેના સાથી વિદ્યાર્થી મિત્ર હુમલો કર્યો હતો અઠવાલાઇન્સની કે.પી કોમર્સ ઉપર જ બે વિદ્યાર્થીઓ પર વિધર્મી ટોળાએ હુમલો ની જાણ થતાં હિન્દુ સંગઠનના અગ્રણીઓ દોડી આવ્યા હતા આ બનાવ અંગે ઉમરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે