રાંદેરમાં ઍક રેડીમેડ ગારમેન્ટના દુકાનદારને ગ્રાહકોઍ પરત કરી દીધેલા કપડાના રૂપિયાની માથાકૂટમાં ચપ્પુ મારતા ૩૨ ટાંકા લેવા પડ્યા હતા. શુક્રવારની મધરાત્રે બનેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલમા દાખલ કરવામાં આવ્યો હતો.. જોકે ઘટનાની જાણ બાદ રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાંદેર સુલ્તાનિયા જિમખાના પાસે રહેતા ૩૦ વર્ષિયઇરફાન ફકરૂદિન પઠાણ રેડીમેડ ગારમેન્ટની દુકાન ચલાવે છે.ઍક અઠવાડિયા પહેલા બે વ્યકિતઅો ઇરફાનની દુકાનમાંથી કેટલાક કપડાં લઈ ગયા હતા. સાઈઝ નાની પડતા પરત આપી ગયા હતા. ત્યારે ઇરફાને પૈસા બે-ત્રણ દિવસ બાદ લઈ જજો કહ્નાં હતુ.પરંતુ શુક્રવારે રાત્રે પૈસા લેવા આવેલા બે વ્યકિતઅો સાથે કોઈ વાત ઉપર ઝઘડો થતા ઇરફાનને માર મારી પેટ અને કમરમાં ઘા મારી ભાગી ગયા હતા. આ ઘટના બાદ ઇરફાનને તાત્કાળ સારવાર માટે સિવીલ લઇ જવામાં આવ્યો હતો.ત્યાં ઇરફાનનું અોપરેશન કરી પેટમાં ૩૨ ટાંકા લેવામા આવ્યા હતા.ઇજાગ્રસ્તની પત્ની સોમૈયા ઍ જણાવ્યું હતું કે, રાત્રે લગભગ ૧૨ઃ૩૦ વાગ્યાના અરસામાં ઇરફાનેફોન કરી જાણ કરી હતી કે, મને પેટમાં ચપ્પુ માર્યું છે. બહું જ લોહી નીકળે છે, જલ્દી આવ, આ સાંભળી હોશ ઉડી ગયા હતા. ઘર પાસે જ ઘટના બની હતી. ઍટલે દોડી ગયા હતા અને ૧૦૮ની મદદથી ઇરફાનને સારવાર માટે સિવિલ લઈ આવ્યાં હતાં.હાલ ઘટના બાદ રાંદર પોલીસ દોડતી થઇ હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.