આઝાદીના ૭૫ વર્ષ થયા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત મુંબઈ ડાયમંડ બુર્સ દ્વારા મુંબઈ સુરત મુંબઈ ૭૫૦ કિમી અંતરની સાઈક્લોથોનનું આયોજન કરાયું હતું
.
મુંબઈ ડાયમંડ બુર્સના મેમ્બર અને સ્ટાફ મળી કુલ ૩૫ સાઈકલિસ્ટોને મુંબઈથી ૧૮મી ફેબ્રુઆરીઍ ફ્લેગ ઓફ કરાયું હતું. જેમાં મુંબઈ ડાયમંડ બુર્સના પ્રતિનિધિત્વ ટ્રેડ મેમ્બર દીપક ઘોઘારી અને સિક્યુરીટી હેડ સમીર ઝાઍ પણ સાઈક્લોથોનમાં ભાગ લીધો છે.૧૯મી ફેબ્રુઆરીઍ બપોરે ૧૨ વાગ્યે ૨૮૭ કિમીનું અંતર કાપી સુરત ડાયમંડ બુર્સ ખજોદ પહોંચ્યા હતાં. જ્યારે ડાયમંડ બુર્સના સીઈઓ મહેશ ગઢવી, સુરત ડાયમંડ બુર્સના કમિટી મેમ્બર નિલેશ બોડકી અને સુરત ડાયમંડ બુર્સની સાથે સાથે મુંબઈ ડાયમંડ બુર્સના કમિટી મેમ્બર મહેશ વાઘાણી ઉપસ્થિત રહી સાઈકલિસ્ટોને સુરત ડાયમંડ બુર્સની વિશેષતા સમજાવી હતી. ખાસ કરીને હેલ્ધી રહેવાનો મેસેજ આપી શકાય તે માટે સાઈક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.