
પુણા વિસ્તારમાં ઍટીઍસના અધિકારીઓઍ બાતમીના આધારે રેડ કરી હતી. ઍટીઍસે દરોડો પાડી લગભગ ૫૧૮ કિલો જેટલા ચંદનના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં ઍટીઍસઍ સુરત ઍસઓજી સાથે રાખી સંયુક્ત ઓપરેશન કર્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ ચંદનના લાકડા સાથે બે વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ઍટીઍસ અને સુરત ઍસઓજીની દરોડાની કાર્યવાહીમાં પોતાના જ ખેતર કે વાડીના ચંદનના ઝાડ કાપી વેચવા માટે જથ્થો સ્ટોર કરાયો હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ બે વ્યક્તિઓની અટક સાથે પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ચંદનના જથ્થાને વેચાણ માટે લાવવામાં આવ્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહયું છે.ચંદનના જથ્થા પર દરોડા કરીને બે વ્યક્તિને અટકાયત કરવામાં આવી છે. પકડાયેલું લાકડું ચંદનનું જ છે કે કેમ તે જાણવા માટે વન વિભાગના અધિકારીઓની મદદ પણ લેવાઈ છે. પુનિત નૈય્યરઍ જણાવ્યું હતું. પુણા ગામમાંથી ટોટલ ૨૩ નંગ ચંદનના લાકડા ઍટલે ૫૧૮ કિલો માલ કબ્જે કર્યો છે. હવે સેમ્પલ ઍગ્રીકલચર યુનિવર્સીટીમાં મોકલીશું. જેનાથી ઓઇલ કન્ટેન્ટ અને સેમ્પલ વેરીફાય થશે, ગ્રામ્ય વિસ્તારમાંથી જ કપાયા છે. હવે ત્યાં જઈ તપાસ કરીશું અને ક્યાં વેચાણ કરવાના હતા. તેની આગળ તપાસ કરીશું.ગુજરાત ઍ.ટી.ઍસઍ જણાવ્યું હતું કે, બાતમીના આધારે સુરતના પૂણા વિસ્તારમાં આવેલ કુંભારીયા ગામે વિનોદભાઈ સોમાભાઈ પટેલના ઘરમાં વગર પાસ પરમીટનો રક્ત ચંદનના લકડાનો જથ્થો ગેરકાયદેસર રીતે છૂપાવી રાખવામાં આવ્યો છે. ઍ.ટી.ઍસ ગુજરાતના પોલીસ ઈન્સ્પેક્ટર વાય. ઍમ ગોહિલ તથા સુરત શહેર ઍસઓજી તથા ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની સંયુક્ત ટીમે રેડ કરી ૨૫ લાખની કિંમતના ૫૭૦ કિલોગ્રામનો વગર પાસ પરમીટવાળો રક્ત ચંદનના લકડાનો જથ્થો રીકવર કર્યો હતો.૧૦૦ વીંધાના આ ફાર્મહાઉસ માત્ર ઍક ચંદનનું ઝાડ કાપ્યું હતું. જેમાં ૫૭૦ કિલો લાકડાં મળી આવ્યાં હતાં. જ્યારે આ જ ફાર્મહાઉસમાં હજુ ચંદનના ૧૬ વૃક્ષો છે. જેની કિંમત કરોડોમાં થાય છે. ઍટીઍસઍ ફાર્મહાઉસની દેખરેખ રાખતા વિનોદ પટેલની પૂછપરછ કરી હતી. જેમાં તેણે ઍવું રટણ કર્યું કે ચંદનના આ વૃક્ષો ૨૦ વર્ષ પહેલાં મૂળ માલિકે જમીનમાં વાવેલા હતા. આમ પણ ચંદનના વૃક્ષોને ઉછેર કરવામાં ખાસ્સા વર્ષ લાગી જાય છે.કામરેજના શામપુરાગામે ૧૦૦ વીંઘામાં ફાર્મ હાઉસમાં ૨ ભાગીદારો મુંબઈમાં અને ૧ સુરતનો છે. ખેતી સહિતની જવાબદારી વિનોદ સોમા પટેલને સોંપાઈ હતી. ફાર્મમાં ૬થી ૭ હજાર વૃક્ષો છે. જેમાં કાજુ, આબાં, સાગ અને ચંદનના વૃક્ષો છે.