
ઍસઍસ ૨૦૨૨ માટે સિટીઝન ફિડબેકની સોમવાર થી શરૂઆત થશે. કેન્દ્ર દ્વારા અંતિમ તારીખ ૧૫ ઍપ્રિલ ૨૦૨૨ જાહેર કરી છે.
કમિશનર પાનીઍ શહેરીજનોને શહેર ને પ્રથમ ક્રમે લાવવા જરૂરી ફીડબૅક આપવા અપીલ પણ કરી છે.
કોરોના જતાં સર્વેક્ષણ અંગે પાલિકાઍ તૈયારીઓ શરૂ કરી છે, ડોક્યુમેન્ટેશનની કામગીરી હાથ ધરી દીધા બાદ આરોગ્ય વિભાગ તથા ઝોનના લાગતા વળગતા અધિકારીઓને પણ ફિલ્ડમાં રહેવા સુચના આપી દીધી હતી. ઇન્દોરને પાછળ પાડવા ક્વાયત હાથ ધરી છે.ઍસઍસ ૨૦૨૨માં બ્યુટીફિકેશન અંગે આ વર્ષે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અલગ અલગ ઝોનમાં ગાર્ડનોની દિવાલ, ઓવર બ્રિજ, પે ઍન્ડ યુઝ અને જાહેર જગ્યાઓ પર કુદરતી સૌંદર્યના દ્રશ્યો, પક્ષીઓ, ફૂલોના અવનવા સુંદર પેઇન્ટિંગ કરવામાં આવી રહયા છે, ૧૨૦૦થી વધુ પેઇન્ટિંગ આ વખતે કરવામાં આવનાર છે. આ પેઇન્ટિંગ પાછળ પાલિકાને રૂપિયા ૫ કરોડથી વધુનો ખર્ચ થનાર છે. કમિશનર બંછાનિધિ પાનીઍ કહયું હતું કે, તમામ ઝોનમાં પેઇન્ટિંગથી તે વિસ્તારોની સુંદરતા વધશે, આ વર્ષે બ્યુટીફિકેશન માટે પેઇન્ટિંગ વધુ ભાર અપાયો છે. ૧૨૦૦થી વધુ પેઇન્ટિંગો કરાશે તે માટે ૫ કરોડ ખર્ચ થશે.’