
ઍક સમય હતો જ્યારે ચકલીની ચિચિયારી ગામડા અને શહેરોમાં ગુંજતી હતી, પરંતુ બદલાતા સમયની સાથે ધીમેધીમે ચકલીઓની પ્રજાતી લુ થઇ રહી છે અને ચકલીનો કલરવ સાંભળવો દોહલો બન્યો છે. ત્યારે ચકલીની પ્રજાતીને લુ થતી અટકાવવા આજે વિશ્વ ચકલી ડે નિમિતે ફ્રેન્ડ્સ ઓફ નેચર નવસારી દ્વારા ચકલીના માળા અને પીવાના પાણીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
દુનિયાભરમાં લુ થઇ રહેલી ચકલીઓ અને અન્ય પક્ષીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વર્ષ ૨૦૧૦થી દર વર્ષે ૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે નવસારી શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં કોંક્રિટનાં જંગલો વધતા ચકલીઓ ઘરના છાપરા પર, નળીયાની બખોલમાં માળો બાંધતી બંધ થઇ છે અને શહેરોમાંથી ચકલી અદૃશ્ય થઇ છે. ચકલીના અસ્તિત્વને બચાવા માટે નાનું કુત્રિમ ચકલી ઘરનું વિનામુલ્યે ફ્રેન્ડ્સ ઓફ નેચર નવસારી દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘરની છત પર કે અન્ય જગ્યાઍ પક્ષીઓને ચણ નાખી તેમજ પાણી વ્યવસ્થા કરવા પક્ષી પ્રેમીઓને આહવાન કરી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે.