સેલવાસના દમણગંગા નદીમાં જીવન ટુંકાવવાના ઇરાદે મોતની છલાંગ લગાવનાર ઍક પરિણીતાને ઉમરગામના યુવકે બચાવી લઈ તેને નવજીવન બક્ષ્યું હતું. સેલવાસના આમલી વિસ્તારમાં રહેતી પૂનમ પવન નામની પરિણીતાઍ ઘરકંકાશના કારણે દમણગંગા નદીના બ્રિજ પર જઈ મોતની છલાંગ લગાવી હતી.
જાકે, આ વખતે લોકટોળું ભેગું થઈને નદીમાં ડુબી રહેલી પરિણીતાને બચાવવા માટે બૂમો પાડી રહ્ના હતાં, તે વખતે ઉમરગામથી સેલવાસમાં મિત્રને મળવા આવેલા સંજયકુમાર નામના યુવકે પળવારનો વિચાર કર્યા વગર નદીમાં ઝંપલાવીને યુવતીને બચાવી લઈ કિનારે લાવી તેને નવજીવન આપ્યું હતું. ઉમરગામના યુવકની બહાદુરી બદલ પોલીસ દ્વારા તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.