
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા જુની પેન્સન યોજનાની માગણી કરવામાં આવી રહી છે. આ માગણીના અનુસંધાને શુક્રવારે શિક્ષણ સંઘ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને બ્લેક ડે મનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને સુરતમાં મોટો પ્રતિસાદ મળ્યો છે. ગ્રાન્ટેડ શાળાનાં શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા બ્લેક ડે મનાવી પોતાની માંગણી પૂર્ણ થાય તે માટે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોîધાવ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો જુની પેન્સન યોજના સહિત અનેક પડતર પ્રશ્નોની માગણી કરી રહ્નાં છે. સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતા પણ શિક્ષકોની આ માગણી નો નિકાલ કરવામાં આવતો નથી. જેના કારણે શિક્ષણ સમિતિના મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સમગ્ર ગુજરાતમાં આજના દિવસે કાળી પટ્ટી ધારણ કરીને કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં જુની પેન્સન યોજના લાગુ છે તેથી ગુજરાતમાં લાગુ કરવાની માગણી સાથે શિક્ષકોઍ આજે શૈક્ષણિક કાર્ય ન બગડે તે રીતે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપરાંત માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા ગુજરાત ભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્નાં છે. આ અંગે સુરત મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચાર હજાર કરતાં વધુ શિક્ષકો કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપરાંત મહાનગર પાલિકાના વિવિધ યુનિયનો પણ જોડાયા હતા અને તેઓઍ પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો તેમજ અન્ય ગ્રાન્ટેડ શાળાનાં શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ નોîધાવવામાં આવ્યો હતો. ગ્રાન્ટેડ શાળાનાં શિક્ષકો અને કર્મચારીઓઍ ઉચ્ચતર પગારધોરણની ફાઈલોનો ઝડપી નિકાલ માટેï કેમ્પની તારીખ જાહેર થાય, પેન્શન કેસોની ફાઈલો ઝડપથી મોકલવામાં આવે, ફાઝલ શિક્ષકોને સીનિયરિટી મુજબ રીકોલ કરવાની કામગીરી કરવામાં આવે, સુપરવાઇઝર નિમણૂક કરવામાં આવે, સાતમા પગાર પંચ માટે સ્ટીકરના પ્રશ્નોનું ઝડપી નિકાલ આવે, તેવી માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધી ઍન્જિનિયરિંગ કોલેજનાં પ્રોફેસરો પણ પડતર પ્રશ્નો મુદ્દે કાળી પટ્ટી બાંધી વિરોધ નોîધાવ્યો હતો.