
નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ચોથા દિવસે પણ ડોક્ટરોની હડતાળ યથાવત રહી હતી. ગુરૂવારે તબીબો દ્વારા સાયકલ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઍક દર્દીના મોત પાછળ સરકાર જવાબદાર હોવાનું તબીબો જણાવી રહ્નાં છે. જ્યાં સુધી માંગ પૂરી ન કરવામાં આવશે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેવું ડોક્ટરોઍ જણાવ્યું હતું.
છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટરો દ્વારા સતત રાજ્ય સરકારની સામે ડોક્ટરોને મળતા લાભોને આપવામાં ન આવતા હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. ઘણી વખત હડતાળો પણ કરવામાં આવી હતી. ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા છતાં પણ સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ સંતોષકારક પગલા લેવાયા નથી. જેના પગલે સોમવારથી હડતાળ પર ઉતરેલા ડોક્ટરો પોતાની માંગને લઈ વિરોધ કરતાં નજરે પડ્યાં છે. ડોક્ટરો રોજેરોજ સરકાર વિરૂદ્ધ અવનવા કાર્યક્રમો થકી વિરોધ નોધાવી રહ્નાં છે. ગુરુવારે સુરત નવી સિવિલ હોસ્પિટલનાં કેમ્પસમાં ડોક્ટરોઍ સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો વિવિધ બેનરો સાથે સાયકલ રેલીમાં જાડાયા હતાં. સાયકલ રેલી કાઢીને વિરોધ નોધાવ્યો હતો. બીજી તરફ અકસ્માતમા દર્દીનું મોત થતાં તેની પાછળ સરકાર જવાબદાર હોવાનું તબીબોઍ જણાવ્યું હતું. ડોક્ટરોઍ આ ઘટના દુઃખદ છે, પરંતુ ઘટના માટે સરકાર જવાબદાર છે. ડોક્ટરોઍ સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણી સંતોષાય ન સુધી હડતાળ ચાલુ રહેશે, તેવું જણાવ્યું હતું.