
સચિન, સાતવલ્લા પુલ પાસે વાહનચેકિંગના નામે ઉઘરાણા કરતા ટ્રાફિકના કોન્સ્ટેબલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઍક યુવતીને અટકાવી ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂપિયા ૩,૩૦૦નો દંડ ફટકારવાની ધમકી આપ્યા બાદ બળજબરી કરી રૂપિયા ૫૦૦ પડાવી ગજવે ઘાલ્યા હતા. ડીસીપીઍ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો હતો.
શહેરમાં ટ્રાફિક નિયમનના નામે ઉઘરાણાનું દૂષણ ફૂલ્યું ફાલ્યું છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાના બદલે પોલીસ રીતસર શહેરજીનોની દંડલૂંટ ચલાવી રહ્ના છે. રોજીંદા ટાર્ગેટ અપાતો હોય તે રીતે વીણી-વીણીને વાહનચાલકોને પકડી બેરોકટોક દંડ વસૂલવા સાથે ઉઘરાણા પણ થઇ રહ્ના છે. આવો જ ઍક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગત તા.૪ના રોજ સવારે ૧૦-૩૦ વાગ્યાના અરસામાં સચિન ચારરસ્તા ખાતે સાતવલ્લા પુલ પાસે ટ્રાફિકના કોન્સ્ટેબલે મોપેડ પર પસાર થતી યુવતીને રોકી ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ રૂપિયા ૩,૩૦૦નો આરટીઓનો મેમો આપવાની ધમકી આપી હતી. યુવતીઍ આજીજી કરવા છતાં કોન્સ્ટેબલે દાદાગીરી કરી હતી. બાદમાં રૂપિયા પ૦૦ની પડી લીધા હતા. યુવતીઍ કોન્સ્ટેબલ પાસે પાવતી પણ માંગી હતી. જોકે, કોન્સ્ટેબલે આ રકમ ગજવે ગાલી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઇ હતી. ટ્રાફિકના અધિકારીઓઍ તપાસ કરાવતા રિજિયન-૩ના કોન્સ્ટેબલ લાલજી બાલુભાઇ ગામેતીની કરતૂત હોવાનું ખુલ્યું હતુ. ડીસીપી ઍ.કે.વાનાણીઍ પોલીસ કોન્સ્ટેબલ લાલજી ગામેતીને સસ્પેન્ડ કરી દીધો હતો.